Indus Waters Treaty: ભારતે સિંધુ જળ સંધિ પર આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવ્યો, પાકિસ્તાનને ફરી આપી ચેતવણી
3 weeks ago
ભારતે સિંધુ જળ સંધિને લઈને હેગ સ્થિત કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશન (CoA)ના તાજેતરના નિર્ણયને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ અદાલત ગેરકાયદેસર રીતે રચવામાં આવી છે અને તેનું કોઈ કાનૂની અસ્તિત્વ નથી. તેથી તેના કોઈપણ નિર્ણય, આદેશ કે કાર્યવાહીને ભારત માન્યતા આપતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે મીડિયાના સવાલોના જવાબમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે રચાયેલી કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશને 15મે 2026ના રોજ સિંધુ જળ સંધિ હેઠળ મહત્તમ જળ સંગ્રહ ક્ષમતાને લગતા મામલામાં એક કથિત નિર્ણય જાહેર કર્યો છે. સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાનો નિર્ણય યથાવત વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાનો ભારતનો નિર્ણય હજુ પણ અમલમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર 1960 ના રોજ સિંધુ નદી પ્રણાલીના જળ ઉપયોગને લઈને આ સંધિ થઈ હતી. ભારતે ગયા વર્ષે પહલગામ આતંકી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાના સાર્વભૌમ અધિકારોનો ઉપયોગ કરીને આ સંધિને સ્થગિત કરી દીધી હતી.ભારતનું કહેવું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન સીમા પારના આતંકવાદને વિશ્વસનીય અને સ્થાયી રૂપે સમર્થન આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી સંધિ સ્થગિત રહેશે. ભારત બોલ્યું- સાર્વભૌમ અધિકારો પર સવાલ ઉઠાવવાનો અધિકાર નથી વિદેશ મંત્રાલયે જૂન 2025 માં પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી સંધિ સ્થગિત છે, ત્યાં સુધી ભારત આ કરાર હેઠળના કોઈપણ દાયિત્વને નિભાવવા માટે બંધાયેલું નથી. ભારતે કહ્યું કે કોઈ પણ કોર્ટ ઓફ આર્બિટ્રેશન, ખાસ કરીને આવી ગેરકાયદેસર રીતે રચાયેલી સંસ્થા, ભારતના સાર્વભૌમ અધિકારો હેઠળ લેવાયેલા પગલાંની કાયદેસરતા પર સવાલ ઉઠાવી શકે નહીં. કિશનગંગા અને રતલે પરિયોજનાઓને લઈને પણ વિવાદ થયો હતો ગયા વર્ષે પણ વિદેશ મંત્રાલયે કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશનની ટીકા કરી હતી, જ્યારે તેણે જમ્મુ-કાશ્મીરમાં કિશનગંગા અને રતલે જલવિદ્યુત પરિયોજનાઓને લઈને પોતાના અધિકાર ક્ષેત્ર પર “સપ્લીમેન્ટલ એવોર્ડ” જાહેર કર્યો હતો. ભારતે તે સમયે પણ કહ્યું હતું કે તેણે ક્યારેય આ કથિત અદાલતના કાનૂની અસ્તિત્વને સ્વીકાર્યું નથી. ભારત મુજબ, આ મધ્યસ્થતા સંસ્થાની રચના જ સિંધુ જળ સંધિનું ગંભીર ઉલ્લંઘન છે અને તેના હેઠળ કરવામાં આવેલી તમામ કાર્યવાહીઓ અને નિર્ણયો ગેરકાયદેસર છે. પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય મંચોના દુરુપયોગનો આરોપ લગાવ્યો ભારતે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય મંચોનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન દ્વારા આ “બનાવટી મધ્યસ્થતા પ્રક્રિયા” નો સહારો લેવો એ તેની લાંબા સમયથી ચાલી આવતી છેતરપિંડી અને આંતરરાષ્ટ્રીય મંચોના દુરુપયોગની નીતિનો એક ભાગ છે. ભારતે એમ પણ કહ્યું કે પાકિસ્તાન આવા પગલાં દ્વારા આતંકવાદના વૈશ્વિક કેન્દ્ર તરીકેની પોતાની જવાબદારીમાંથી બચવાનો પ્રયાસ કરી રહ્યું છે.આ પણ વાંચો - Kandla Port:દેશને મોટી રાહત,હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી 20,000 ટન LPG સાથે‘સિમી’ ટેન્કર ગુજરાત પહોંચ્યું
Click here to Read more