Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    iPhone 18 Pro ક્યારે લોન્ચ થશે? નવા એપલ ફોનમાં Dynamic Island, કેમેરા થી લઇ બેટરીમાં મોટા અપડેટ સંભવ

    3 weeks ago

    1

    0

    Apple iPhone 18 Pro Launch Date : એપલ કંપનીએ ગત નવેમ્બરમાં આઇફોન 17 લોન્ચ કર્યો હતો. હવે ચાલુ વર્ષે iPhone 18 વિશે ચર્ચાઓ થઇ રહી છે. એપલ ગેજેટ લવર્સ આઇફોન 18 થવાની લોન્ચ તારીખ અને શું નવું ખાસ હશે તેના વિશે જાણવા ઉત્સુક છે. થોડાક દિવસ પહેલા ઘણા રિપોર્ટ સામે આવ્યા છે, જેમા નવા પ્રીમિયમ iPhone મોડલની ડિઝાઇન, કેમેરા અને બેટરી પર્ફોર્મન્સ વિશે સંભવિત ફેરફાર વિશે જાણકારી આપવામાં આવી છે.  જો કે, આ વખતે સંપૂર્ણ ફુલ સ્ક્રીન ડિઝાઇન હોવાની સંભાવના ઓછી નથી, અપેક્ષા છે કે ફોનમાં એક વાર ફરી Dynamic Island મળશે. આઇફોન 18માં ઘણા ફેરફારની અપેક્ષા છે.  Dynamic Island નાનું થશે? તાજેતરના રિપોર્ટમાં એવુ કહેવાય છે કે, iPhone 18 Pro અને iPhone 18 Pro Max માં સૌથી મોટો ફેરફાર Dynamic Island વિશે હોઇ શકે છે. એવો દાવો કરાયો છે કે એપલ કંપની તેનું કદ પહેલા કરતા નાનું કરી શકે છે. નવા કલર ઓપ્શન  આઇફોન 18 Pro સીરિઝમાં આ વખતે નવા કલર ઓપ્શન મળી શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, નવું ડિવાઇસ ડાર્ક ચેરી, સ્કાય બ્લૂ, સિલ્વર અને ડાર્ક ગ્રે જેવા કલરમાં રજૂ થઇ શકે છે. ખાસ કરીને આ ફોનનો ડાર્ક ચેરી કલર ઘણો ચર્ચામાં છે, જેમા સહેજ પર્પલ ટોન જોવા મળી શકે છે. કેમેરા અને ડિસ્પ્લે એપલ કંપની નવા આઇફોન 18 ના કેમેરા અને ડિસ્પ્લે ટેકનોલોજીમાં મોટો ફેરફાર કરી શકે છે. રિપોર્ટ મુજબ કંપની વધારે પાવર એફિશિયન્સ LTPO+ ડિસ્પ્લે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, જેનાથી બેટરી બેકઅપ વધુ સારું થઇ શકે છે.  ઉપરાંત કેમેરામાં Variable Aperture ફીચર મળી શકે છે. આ ફીચરની મદદથી યુઝર્સ કેમેરામાં આવતી લાઇટને સારી રીતે કન્ટ્રોલ કરી શકશે, જેનાથી લો લાઇટ ફોટોગ્રાફી અને પોટ્રેટ ઇમેજ વધુ સારી ક્લિક થશે. નવી A20 Pro ચિપસેટ પર્ફોર્મન્સને નવી ઉંચાઇ પર લઇ જવા માટે તેમા નવી A20 Pro ચિપસેટ હોઇ શકે છે. રિપોર્ટ મુજબ આ ચિપ 2nm પ્રોસેસ બેઝ્ડ હશે, જેનાથી ફોનની સ્પીડ અને પાવર એફિશિયન્સ સુધરશે. તો iPhone 18 Pro Max માં 5100mAh થી મોટી બેટરી મળી શકે છે. આ પણ વાંચો | ભારતમાં મોટોરોલાનો પ્રથમ ફોલ્ડેબલ ફોન લોન્ચ, ટ્રિપલ 50MP કેમેરા અને 7 વર્ષ સિક્યોરિટી અપડેટ iPhone 18 Pro લોન્ચ ક્યારે થશે? Apple કંપની તરફથી હાલ આ વિશે કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. જો કે એવું કહેવાય છે કે, કંપની iPhone 18 Pro સીરિઝ પણ ચાલુ વર્ષે સપ્ટેમ્બર 2026માં લોન્ચ કરી શકે છે. આગામી દિવસોમાં નવા આઇફોન સંબંધિત વધુ અપડેટ મળી શકે છે.
    Click here to Read more
    Prev Article
    Pakistani Suit Sleeves Design: ट्रेडिशनल सूट में चाहिए रिच लुक? टेलर से बनवाएं पाकिस्तानी स्लीव्स के ये 7 डिजाइन
    Next Article
    Bose की जबरदस्त साउन्ड के साथ लॉन्च हुए Moto Buds 2 Plus की सेल शुरु, शोर-शराबे में भी आएगी बिल्कुल साफ आवाज, जानिए फीचर्स, कीमत और ऑफर

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment