Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Mohammed Shamiને લઈને સિલેક્ટર્સે આપ્યો જવાબ, કહ્યું- 'હાલમાં ફક્ત T20 રમવા માટે ફિટ...'

    3 weeks ago

    1

    0

    જ્યારે અફઘાનિસ્તાન સામેની એક ટેસ્ટ અને 3 મેચની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે મોહમ્મદ શમીનું નામ ટીમમાં સામેલ કરવામાં આવ્યું ન હતું. આનાથી સવાલ ઉભો થયો કે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા આ અનુભવી બોલરને તક કેમ ન આપવામાં આવી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: 7 મેચમાં 16 વિકેટ રણજી ટ્રોફી: 7 મેચમાં 37 વિકેટ વિજય હજારે ટ્રોફી: 7 મેચમાં 15 વિકેટ આ 2025-26 સીઝન માટે મોહમ્મદ શમીના આંકડા છે, તેમ છતાં તેને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ અને ODI સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો, જ્યારે ટીમ ઈન્ડિયાના મુખ્ય સિલેક્ટરે પણ આ પાછળનું કારણ સમજાવ્યું. અજિત અગરકરે મોહમ્મદ શમી અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું ટીમની પસંદગી બાદ મુખ્ય સિલેક્ટર અજિત અગરકરે મોહમ્મદ શમી અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. અજિત અગરકરે સ્પષ્ટપણે કહ્યું કે શમીનું શરીર હાલમાં લાંબા ફોર્મેટના ક્રિકેટ માટે સંપૂર્ણપણે તૈયાર નથી. તેમને ઉમેર્યું કે મેડિકલ ટીમ તરફથી મળેલી માહિતી મુજબ મોહમ્મદ શમી હાલમાં ફક્ત T20 ક્રિકેટ રમવા માટે જ ફિટ છે. અજિત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે "ના, ટેસ્ટ ટીમમાં તેની પસંદગી અંગે કોઈ ચર્ચા થઈ નથી. અમને મળેલી માહિતી મુજબ, તેનું શરીર હાલમાં તેને ફક્ત T20 ક્રિકેટ રમવાની મંજૂરી આપે છે. મને ખબર છે કે તેને આ વર્ષે ઘરેલુ ક્રિકેટ રમી છે, પરંતુ તે હજુ ટેસ્ટ અને ODI માટે સંપૂર્ણપણે તૈયાર નથી." મોહમ્મદ શમી લાંબા સમયથી ફિટનેસની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે મોહમ્મદ શમી લાંબા સમયથી ફિટનેસની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તેને છેલ્લે 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભારત માટે ટેસ્ટ મેચ રમી હતી. તે પછી તે ઈજાને કારણે લગભગ એક વર્ષ સુધી બહાર રહ્યો હતો. પરંતુ પછીથી તે પાછો ફર્યો અને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેના પ્રદર્શનને પગલે આશા હતી કે સિલેક્ટર્સે તેને ફરીથી ભારતીય ટીમમાં તક આપશે. પરંતુ એવું બન્યું નહીં. તેને અગાઉ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી પણ બાકાત રાખવામાં આવ્યો હતો, જેમાં ફિટનેસનું કારણ ગણાવવામાં આવ્યું હતું. મોહમ્મદ શમીએ પાડી ના! એવું કહેવામાં આવી રહ્યું છે કે સિલેક્ટર્સે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવા માગતા હતા, પરંતુ ફાસ્ટ બોલરે પોતે તેની ફિટનેસ સમસ્યાઓના કારણે ઉપલબ્ધ થવાની ના પાડી હતી. આ જ કારણ છે કે તેની વાપસી સતત વિલંબિત થઈ રહી છે. મોહમ્મદ શમીને 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી તેને રાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તે હાલમાં IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે. આ સિઝનમાં તેને 12 મેચમાં 10 વિકેટ લીધી છે. આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?
    Click here to Read more
    Prev Article
    PM Modi In Itlay: અમારો સંબંધ પરસ્પર વારસાનો છે, રોમમાં બોલ્યા પીએમ મોદી
    Next Article
    भास्कर अपडेट्स:केरलम मंत्रिमंडल में विभागों का बंटवारा, CM के पास वित्त, कानून सहित 35 विभाग

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment