Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    NHPC Q4 Profit : સરકારી હાઈડ્રોપાવર કંપનીનીના નફામાં આવ્યો 69 ટકાનો ઉછાળો

    3 weeks ago

    1

    0

    NHPCએ માર્ચ ત્રિમાસિકના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વર્ષ દર વર્ષે આધાર પર 68.5 ટકા વધીને 1,549 કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિકમાં કંપનીનો નફો 919.6 કરોડ રૂપિયા હતો. કંપનીની ઓપરેશનલ આવકમાં પણ વધારો નોંધાયો છે. માર્ચ ત્રિમાસિક દરમિયાન ઓપરેશન્સમાંથી આવક 20 ટકા વધીને 2,816 કરોડ રૂપિયા રહી હતી.EBITDAમાં થોડો ઘટાડો નોંધાયો કંપનીએ શેરબજાર બંધ થયા બાદ પરિણામોની જાહેરાત કરી હતી, જેના કારણે આગામી ટ્રેડિંગ સેશનમાં શેર પર તેની અસર જોવા મળી શકે છે. જોકે EBITDAમાં થોડો ઘટાડો નોંધાયો છે. કંપનીનું EBITDA 0.7 ટકા ઘટીને 1,196 કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે એક વર્ષ પહેલાં તે 1,205 કરોડ રૂપિયા હતું. EBITDA માર્જિન પણ 51.3 ટકાથી ઘટીને 42.5 ટકા પર આવી ગયું છે. કંપનીના બોર્ડ દ્વારા પ્રતિ શેર 0.21 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં કંપનીએ 1.40 રૂપિયા પ્રતિ શેર અંતરિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. હાલમાં 76.87 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે શેર NHPCએ વધુમાં જણાવ્યું કે દિવાકર નાથ મિશ્રાને કંપનીના બોર્ડમાં સરકારના નોમિની ડિરેક્ટર તરીકે નિમવામાં આવ્યા છે. તેઓ પાવર મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી (હાઇડ્રો) તરીકે કાર્યરત છે. 15 મેના રોજ કંપનીનો શેર 2.01 ટકા ઘટીને 76.87 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 14 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, શેરબજારમાં પણ નબળાઈ જોવા મળી હતી, જેમાં નિફ્ટી અને સેન્સેક્સ બંને ઘટાડા સાથે બંધ થયા હતા. આ પણ વાંચો : Business News : સોના બાદ હવે ચાંદી પર સરકારનો મોટો નિર્ણય, ઈમ્પોર્ટ પર લગાવ્યા આ પ્રતિબંધડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.   
    Click here to Read more
    Prev Article
    Kolkata Knight Riders vs Gujarat Titans Live Score, IPL 2026: Dubey removes Buttler with well-judged catch at long-off
    Next Article
    KKR Vs GT: કોલકાતાએ ગુજરાત ટાઈટન્સને 29 રને હરાવ્યું, સુનીલ નારાયણની શાનદાર બોલિંગ

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment