ચેપોક ખાતેની એક હાઈ-વોલ્ટેજ મેચમાં પેટ કમિન્સે પોતાની ઘાતક બોલિંગથી ચેન્નાઈ સુપર કિંગ્સની કમર તોડી નાખી, પરંતુ IPL ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધી પણ હાંસલ કરી. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટનના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તેને હાર્દિક પંડ્યાને પાછળ છોડી દીધો અને IPL કેપ્ટનોની લિસ્ટમાં બીજું સ્થાન મેળવ્યું. IPL 2026ની 63મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ SRH કેપ્ટન પેટ કમિન્સની સચોટ બોલિંગે CSK બેટ્સમેનોને મુક્તપણે રમવાથી રોક્યા. પેટ કમિન્સે તેના 4 ઓવરના સ્પેલમાં માત્ર 28 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી. આ પ્રભાવશાળી પ્રદર્શન સાથે તેને IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વિકેટ લેવાના મામલે હાર્દિક પંડ્યાને પાછળ છોડી દીધો. હવે ફક્ત શેન વોર્નને જ પાછળ છોડવાનો બાકી IPLમાં કેપ્ટન તરીકે પેટ કમિન્સ પાસે હવે 41 વિકેટ છે, જ્યારે હાર્દિક પંડ્યા પાસે 40 વિકેટ છે. વધુમાં તે IPLમાં 40થી વધુ વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર છે. IPL ઈતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં કમિન્સ હવે ફક્ત દિગ્ગજ સ્પિનર શેન વોર્નથી પાછળ છે, જેમને કેપ્ટન તરીકે 57 વિકેટ લીધી હતી. પેટ કમિન્સ પાસે હવે કેપ્ટન તરીકે 50 IPL વિકેટ લેવાની સારી તક છે. જો સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફ અને પછી ફાઈનલમાં પહોંચવામાં સફળ થાય છે તો કમિન્સ પણ આ રેકોર્ડ હાંસલ કરી શકે છે. IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વિકેટો 57 - શેન વોર્ન 41 - પેટ કમિન્સ 40 - હાર્દિક પંડ્યા 30 - અનિલ કુંબલે પ્રથમ ઝડપી બોલર બન્યો પેટ કમિન્સે IPL કરિયરમાં કેપ્ટન તરીકે પાંચમી વખત 3 વિકેટ લીધી હતી. વોર્ન પછી આ સિદ્ધિ મેળવનાર તે બીજો કેપ્ટન છે અને આવું કરનાર પ્રથમ ફાસ્ટ બોલર છે. પેટ કમિન્સ સિવાય અન્ય કોઈ ફાસ્ટ બોલરે આ લીગમાં ટીમની કેપ્ટનશીપ કરતી વખતે 4 વખત ત્રણ વિકેટ લીધી નથી. તમને જણાવી દઈએ પેટ કમિન્સ હવે T20 ક્રિકેટમાં 200 વિકેટો પૂર્ણ કરી ચૂક્યા છે. પરંતુ આ લિસ્ટમાં પહેલાથી જ ઘણા ઓસ્ટ્રેલિયન બોલરોનો સમાવેશ થાય છે. કમિન્સ આ સિઝનમાં થોડા મોડા તેમની ટીમમાં જોડાયા હતા. તેમ છતાં તેમની ટીમ પ્લેઓફની રેસમાં છે. તે જોવું રસપ્રદ રહેશે કે કમિન્સ, તેમની કેપ્ટનશીપ હેઠળ, ટીમને પ્લેઓફમાં લઈ જવામાં સફળ થાય છે કે નહીં. આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?
Click here to Read more

