ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે રવાના થયા PM મોદી, G7 સમિટમાં સતત 8મી વખત ભારતની રહેશે હાજરી
2 hours ago
PM Modi France Slovakia Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (13 June 2026) ફ્રાન્સ અને સ્લોવાકિયાની એક સપ્તાહ લાંબી ઐતિહાસિક યાત્રા માટે રવાના થઈ ગયા છે. આ મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ફ્રાન્સના એવિયન (Evian)માં આયોજિત થનારી G7 શિખર સંમેલન (G7 Summit)માં વિશેષ અતિથિ તરીકે ભાગ લેશે. આ સાથે જ તેઓ વિશ્વના કેટલાય ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય વાતચીત કરશે.પોતાના પ્રવાસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટ શેર કરીને માહિતી આપી હતી કે, ભારતની વ્યૂહાત્મક વિચારધારામાં ફ્રાન્સનું એક ખૂબ જ ખાસ અને અનોખું સ્થાન છે. તેમણે કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતની મુલાકાત લીધી હતી, જેના પછી બંને દેશોના સંબંધો 'વિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી' ના એક નવા સ્તરે પહોંચી ગયા છે.
Click here to Read more
