Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    RVNL Q4 Results : આ સરકારી કંપનીને થયું 59 ટકાનું નુકસાન, છતાં રોકાણકારોને આપશે ડિવિડન્ડ

    1 week ago

    1

    0

    રેલવે મંત્રાલય હેઠળ કાર્યરત નવરત્ન કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)એ નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક (Q4)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નફામાં વર્ષ દરમિયાન ભારે ઘટાડો નોંધાયો છે. માર્ચ ત્રિમાસિકમાં કંપનીનો નફો લગભગ 59 ટકા ઘટીને 187 કરોડ રૂપિયા રહ્યો હતો, જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીએ 455 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો.ગયા વર્ષે આ આંકડો 6,427 કરોડ રૂપિયા હતો નફામાં ઘટાડા છતાં કંપનીની કુલ આવકમાં વધારો જોવા મળ્યો છે. RVNLનું રેવન્યુ 4.2 ટકા વધીને 6,696 કરોડ રૂપિયા થયું છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો 6,427 કરોડ રૂપિયા હતો. આથી સ્પષ્ટ થાય છે કે કંપનીનો વ્યવસાય વધ્યો છે, પરંતુ વધતા ખર્ચ અને નબળા ઓપરેશનલ પ્રદર્શનના કારણે નફા પર દબાણ આવ્યું છે. EBITDA 38.4 ટકા ઘટીને 268.5 કરોડ રૂપિયા રહ્યું કંપનીની ઓપરેશનલ આવક એટલે કે EBITDAમાં પણ ઘટાડો નોંધાયો છે. EBITDA 38.4 ટકા ઘટીને 268.5 કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે ગયા વર્ષે તે 436.1 કરોડ રૂપિયા હતું. સાથે જ EBITDA માર્જિન પણ ઘટીને 4 ટકા રહ્યું છે, જે અગાઉ 6.8 ટકા હતું. નિષ્ણાતોનું માનવું છે કે પ્રોજેક્ટ ખર્ચમાં વધારો અને વધતી કામગીરી ખર્ચના કારણે કંપનીના માર્જિન પર નકારાત્મક અસર પડી છે. નબળા પરિણામો છતાં RVNLએ રોકાણકારોને રાહત આપતા ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીના બોર્ડે 10 રૂપિયા ફેસ વેલ્યૂ ધરાવતા દરેક ઈક્વિટી શેર પર 0.71 રૂપિયાના ફાઈનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. જોકે, ડિવિડન્ડ ચૂકવણી શેરધારકોની મંજૂરી બાદ AGM પછી કરવામાં આવશે. આ પણ વાંચો : Zepto IPO : ઝોમેટો-સ્વિગી બાદ હવે આવી રહ્યો છે ઝેપ્ટોનો આઈપીઓ, કેટલો હશે ઈશ્યુ સાઈઝ?ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.
    Click here to Read more
    Prev Article
    खरगे ने पीएम मोदी पर कसा तंज, तो बीजेपी ने मीरा कुमार से सुशील श‍िंदे तक के धागे खोल द‍िए
    Next Article
    'कॉकरोच जनता पार्टी' का एक्स अकाउंट ब्लॉक किए जाने पर अभिजीत दीपके ने दिल्ली हाई कोर्ट का किया रुख़

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment