Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સેન્સેક્સ 1000 પોઈન્ટ વધીને 74,800 પર ટ્રેડિંગ:નિફ્ટી 300 પોઈન્ટ ઉપર 23,450 પર આવ્યો; મેટલ અને બેન્કિંગ શેરોમાં ખરીદી

    3 hours ago

    1

    0

    આજ એટલે કે શુક્રવાર, 12 જૂનના રોજ સેન્સેક્સ 1000 અંક (1.38%)ના ઉછાળા સાથે 74,800 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 300 અંક (1.25%)નો ઉછાળો છે, તે 23,450 પર પહોંચી ગયો. આજના કારોબારમાં રિયલ્ટી, મેટલ અને બેંક શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. ઈરાન-અમેરિકાની ડીલના સમાચારોથી માર્કેટમાં તેજી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ એક નવી ડીલને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં રાખે અને ડીલ થતા જ હોર્મુઝ સ્ટ્રેટને ખોલી દેવામાં આવશે. જોકે ઈરાને હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ જ નિવેદનને કારણે શેરબજારમાં તેજી જોવા મળી છે. એશિયન બજારોમાં તેજી, સાઉથ કોરિયાનું બજાર 8% વધ્યું અમેરિકી બજારોમાં ગઈકાલે તેજી રહી વિદેશી રોકાણકારોએ ગઈકાલે 1987 કરોડના શેર વેચ્યા સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરથી 562 પોઈન્ટ ઘટીને 73,833 પર બંધ થયો હતો શેરબજારમાં ગઈકાલે એટલે કે 11 જૂને મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરથી 562 પોઈન્ટ ઘટીને 73,833 ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી 23,162 ના સ્તરે આવી ગયો છે. ગઈકાલના કારોબારમાં IT અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ સવારે ઘટાડા સાથે ખુલ્યો હતો. પરંતુ કારોબાર દરમિયાન તે લગભગ 400 પોઈન્ટ વધીને 74,394 ના દિવસના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. જોકે, 1 વાગ્યા પછી બજારમાં તીવ્ર વેચવાલી આવી અને સેન્સેક્સ 150 પોઈન્ટ ઘટીને 73,833 ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં 53 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો.
    Click here to Read more
    Prev Article
    19 KM माइलेज, सनरूफ...कीमत ₹7.59 लाख! इस सस्ती SUV को दनादन खरीद रही जनता
    Next Article
    IRCTC News Website: વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ એક્શનમાં રેલવે મંત્રી, 15 જુલાઇ સુધી વેબસાઇટ થઇ શકે છે લોન્ચ

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment