Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    8000mAh બેટરી અને 8GB સાથે પાવરફુલ 5G ફોન લોન્ચ, ગરમી અને પાણીથી સુરક્ષિત

    4 hours from now

    1

    0

    TECNO POVA 8 5G Launch Price : સ્માર્ટફોન માર્કેટમાં મિડ રેન્જ પ્રાઇસ સેગમેન્ટમાં એડવાન્સ ફીચર્સ સાથે ધાંસુ મોબાઇલ TECNO POVA 8 5G લોન્ચ થયો છે. ટેક્નો પોવા 8 5જી ફોનમાં 8000mAh બેટરી, અમુક અંશે રિયર પેનલ પર ટ્રાન્સપરન્ટ લૂક, 6.76 ની FullHD+ ડિસ્પ્લે, Mali G610 MC2 જીપીયુ, 50 એમપી કેમેરા અને કૂલિંગ ચેમ્બર જેવા ફીચર્સ આવે છે. જાણો લેટેસ્ટ ટેકનો પોવા 8 5G ફોનની કિંમત અને તમામ ફીચર Pova 8 5G ડિઝાઇન ટેક્નો પોવા 8 5જી ફોનને મેટ્રેક્સ ડિસ્પ્લે ડિઝાઇન પર તૈયાર કરાયો છે. મોબાઇની બેક પેનલ પર રિયર કેમેરા સેટઅપ સાથે જ એક નાની સ્ક્રીન આપી છે, જેમા લાઇટ્સ ચમકે છે. આ લાઇટ્સ મેસેજ કે કોલનું નોટિફિકેશન આપે છે, સમય દેખાડે છે અને સાથે જ તેમાં ઘણા પ્રકારના એનિમેશન પર સ્ક્રોલ કરી શકાય છે. ફોનની રિયર પેનલ ઘણી હદ સુધી Nothing Phone જેમ ટ્રાન્સપરન્ટ લૂક આપે છે. Pova 8 5G સ્પેસિફિકેશન ટેક્નો પોવા 8 5જી ફોનમાં 8000mAh બેટરી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેમા 2344 x 1080 પિક્સલ રિઝોલ્યુશન વાળી 6.76 ઇંચની ફુલએચડી પ્લસ ડિસ્પ્લે આવે છે, જે IPS ટેકનોલોજી પર બનેલા પંચ હોલ સ્ક્રીન છે, જેના પર 144Hz રિફ્રેશ રેટ સાથે 1500Hz ટચ સેમ્પલિંગ રેટ, 381PPI અને 950Nits હાઇ બ્રાઇટનેસ સપોર્ટટ મળે છે. ફોનની ડિસ્પ્લેને ગ્લાસ પ્રોટેક્શન પણ મળે છે. Pova 8 5G ફોનમાં 6 નેનોમીટર ફેબ્રિકેશન્સ પર બનેલું MediaTek Dimensity 7100 ઓક્ટાકોર પ્રોસેસર આવે છે, જે 2.0 ગીગાહર્ટ્ઝ થી લઇ 2.4 ગીગાહર્ટ્ઝ સુધી ક્લોક સ્પીડ પર રન કરવાની ક્ષમતા ધરાવે છે. તો ગ્રાફિક્સ માટે ફોનમાં Mali G610 MC2 જીપીયુ આવે છે. મોબાઇલ ગેમ રમવા જેવા હેવી પર્ફોર્મન્સ દરમિયાન ફોનને હીટ થવાથી બચાવવા માટે 14689mm² અલ્ટ્રા લાર્જ કૂલિંગ ચેમ્બર આપ્યું છે, જે ડિવાઇસને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ છે, જે HiOS 16 સાથે મળીને કામ કરે છે. આ ફોનને વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP64 રેટિંગ મળ્યું છે. ફોટોગ્રાફી માટે પોવા 8 5G ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા છે. ફોનની બેંક પેનલ પર LED ફ્લેશ લેન્સથી સજ્જ 50 એમપીનો LYT600 મેન સેન્સર આપ્યો છે, જે લાઇટ સેન્સર વાળા સેકેન્ડરી AI લેન્સ સાથે મળીને કામ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 13 એમપીનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. આ પણ વાંચો | રિયલમી P4R 5G ફોન લોન્ચ, 3 દિવસ સુધી બેટરી ચાલશે, AI ફીચર અને વેપર ચેમ્બર કુલિંગ સિસ્ટમથી સજ્જ Pova 8 5G કિંમત ટોક્નો પોવા 8 5G ભારતીય બજારમાં બે વેરિયન્ટમાં લોન્ચ થયો છે. પોવા 8 5G ફોનના બેઝ વેરિયન્ટમાં 6GB RAM + 128GB સ્ટોરેજ છે, જેની કિંમત 29,999 રૂપિયા છે. તો 8GB RAM + 128GB Storage ધરાવતા ટોપ વેરિયન્ટની કિંમત 31,999 રૂપિયા છે. આરંભિક સેલમાં કંપની આ ફોન પર 1500 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી રહી છે. ટેકનો પોવા 8 5જી ફોન વ્હાઇટ, પ્લાઝા ઓરેન્જ અને Terminal ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે. આ ફોનનું વેચાણ 18 જૂનથી શરૂ થશે.
    Click here to Read more
    Prev Article
    EXCLUSIVE | सिक्‍योरिटी लॉकडाउन: CISF, BSF, एयरफोर्स...देश के 551 शहरों तक कैसे पहुंचेगा NEET का पेपर?
    Next Article
    सलमान खान-संजय दत्त ने इस विदेशी फिल्म में दिया कैमियो, मुरीद हुए मेकर्स, बोले- साथ काम करना हमारे लिए सौभाग्य

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment