'દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026':શાનદાર પર્ફોર્મન્સ સાથે અવોર્ડ ફંક્શનની ધમાકેદાર શરૂઆત; થિયેટર અને OTTના કલાકારોને સન્માનિત કરાયા
10 hours ago
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ઉત્સવ ‘દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026’ આજે 14 જૂને યોજાવા જઈ રહ્યા છે. ગુજરાત ટુરિઝમ પ્રસ્તુત અને પાવર્ડ બાય તનિષ્ક આ અવોર્ડ શોમાં થિયેટર, OTT અને ફિલ્મોના શ્રેષ્ઠ ટેલેન્ટને સન્માનિત કરવામાં આવશે. અવોર્ડ શોમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે. આકર્ષક રેડ કાર્પેટ બાદ મુખ્ય અવોર્ડ સેરેમની યોજાશે. સાથે જ સુપરસ્ટાર્સ ધમાકેદાર પરફોર્મન્સ પણ આપશે. ત્યારે સેલિબ્રિટીઝને આવકારવા માટે રેડ કાર્પેટ તૈયાર છે. આ ફિલ્મ એવોર્ડ્સમાં ટ્રાવેલ અને હોસ્પિટાલિટી પાર્ટનર તરીકે થોમસ કૂક, એસોસીએટ પાર્ટનર તરીકે તિરૂપતિ એડીબલ ઓઈલ્સ, લક્ઝરી મોલ પાર્ટનર તરીકે પેલેડિયમ અમદાવાદ, આઉટરીચ પાર્ટનર તરીકે જુગાડ મીડિયા, સહયોગમાં GMDC, સેલેબ્રિટી પાર્ટનર રેડ ચેરી, ડિજિટલ પાર્ટનર તરીકે દિવ્ય ભાસ્કર એપ અને રેડિયો પાર્ટનર તરીકે 94.3 MY FM જોડાયા છે. થિયેટર, ઓટીટી અને ફિલ્મ્સ સાથે જોડાયેલા કલાકારો માટે કુલ 28 કેટેગરીમાં 100થી વધુ કલાકારો અને આર્ટિસ્ટ્સને જૂરી તથા પબ્લિક દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા છે. 28થી વધુ વિજેતાઓનું સન્માન મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી, અન્ય મહાનુભાવો અને ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો કરશે.
Click here to Read more

