Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    World News : પુતિન સાથે ડોનાલ્ડ ટ્રમ્પે 55 મિનિટ સુધી ફોન પર કરી વાતચીત, કહ્યું 'ઈરાન સાથે ટુંક સમયમાં થશે ડીલ'

    3 hours from now

    1

    0

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે ફોન પર મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. આ ચર્ચામાં રશિયા-યુક્રેન સંઘર્ષ તેમજ અમેરિકા-ઈરાન વિવાદ સહિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.ઈરાન સાથેનો કરાર લગભગ પૂર્ણ થવાના તબક્કામાં: ટ્રમ્પક્રેમલિનના સલાહકાર યૂરી ઉશાકોવના જણાવ્યા મુજબ બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની શક્યતાઓ પર વિચાર કર્યો. ટ્રમ્પે પતિનને કહ્યું કે યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ તાત્કાલિક રીતે સમાપ્ત કરવું અત્યંત જરૂરી છે અને અમેરિકા આ સંઘર્ષના અંત માટે મદદ કરવા તૈયાર છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે ઈરાન સાથેનો કરાર લગભગ પૂર્ણ થવાના તબક્કામાં છે. આ અંગે પતિને ખુશી વ્યક્ત કરી હતી કે અમેરિકા-ઈરાન વચ્ચેનો તણાવ ઓછો થશે. અમેરિકાના દૂત વિટકોફ અને કુશનર ટૂંક સમયમાં રશિયાની મુલાકાત લઈ શકે છે.પુતિને ટ્રમ્પને જન્મદિવસની શુભેચ્છા આપીરશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પતિને ફોન પર વાતચીત દરમિયાન ટ્રમ્પને તેમના 80મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ ફોન કૉલ લગભગ 55 મિનિટ ચાલ્યો હતો અને તેમાં અનેક મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ આ વાતથી પ્રભાવિત થયા કે પુતિન વ્હાઈટ હાઉસમાં તેમને શુભેચ્છા આપનાર પ્રથમ વિદેશી નેતા હતા. બંને નેતાઓએ અમેરિકા-રશિયા સંબંધો અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા સહકારને યાદ કર્યો.ઈઝરાયલનો લેબનોન પર હુમલોબીજી તરફ રવિવારે ઈઝરાયલે લેબનોનની રાજધાની બેરૂત પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં 3 લોકોના મોત થયા અને 15 લોકો ઘાયલ થયા. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર લગભગ અંતિમ તબક્કામાં હોવાનું માનવામાં આવે છે. હુમલા બાદ ઈરાને કડક વિરોધ વ્યક્ત કર્યો છે, જેના કારણે આ ડીલ પર અનિશ્ચિતતા વધી છે. અમેરિકા તરફથી પણ ટ્રમ્પે આ હુમલા પર અસંતોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે બેરૂત પર હુમલો થવો ન જોઈએ હતો, ખાસ કરીને જ્યારે શાંતિ કરાર નજીક હતો.આ પણ વાંચો : PM Modi-Macron વચ્ચે ફ્રાન્સમાં યોજાઈ મોટી બેઠક, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા
    Click here to Read more
    Prev Article
    टूटे-फूटे सेट पर फिल्माया गए 2 गाने, दोनों बने आइकॉनिक सॉन्ग, दोनों फिल्मों ने रचा इतिहास
    Next Article
    Missouri Plane Crash: 12 Dead After Aircraft Crashes Near Butler Memorial Airport in US

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment