Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    દિલ્હીએ કોલકાતાને 204 રનનો ટાર્ગેટ આપ્યો:કોલકાતાની ત્રીજી વિકેટ પડી, કેમરૂન ગ્રીન 2 રન બનાવીને આઉટ, એન્ગિડીને બીજી સફળતા મળી

    3 weeks ago

    1

    0

    IPL 2026ની છેલ્લી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 204 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઇડન ગાર્ડન્સમાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા છે. ટીમ માટે કેએલ રાહુલે સૌથી વધુ 60 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે 30 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. અક્ષર પટેલે કેપ્ટન ઇનિંગ્સ રમતા 39 રન બનાવ્યા, જ્યારે ડેવિડ મિલરે 28 રન અને આશુતોષ શર્માએ અણનમ 18 રન ઉમેરીને ટીમને 200 રનને પાર પહોંચાડી હતી. કોલકાતા માટે સૌરભ દુબેએ સૌથી વધુ 2 વિકેટ લીધી. જ્યારે વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અનુકુલ રોયને એક-એક વિકેટ મળી. કોલકાતા પ્લેઑફમાંથી બહાર રાજસ્થાને આજની પહેલી મેચમાં મુંબઈને 30 રનથી હરાવીને પ્લેઑફમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ કોલકાતા અને પંજાબ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગયા છે. દિલ્હી સામે જીત મેળવ્યા પછી પણ કોલકાતા વધુમાં વધુ 15 પોઇન્ટ્સ સુધી જ પહોંચી શકશે. રાજસ્થાન 16 પોઇન્ટ્સ સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે. તેમના પહેલા બેંગલુરુ, ગુજરાત અને હૈદરાબાદ ક્વોલિફાય કરી ચૂક્યા છે.
    Click here to Read more
    Prev Article
    US-Iran War LIVE: Washington and Tehran agree in principle to reopen Strait of Hormuz, US official says per a NYT report
    Next Article
    Donald Trump sends strong message to India at 250th US Independence Day celebration in Delhi, calls PM Modi 'Friend'

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment