Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ડીઝલ મોંઘું- 95 લાખ ટ્રકમાંથી 19 લાખ બંધ:માલ ભાડું 15% સુધી વધ્યું, ખાવા-પીવાનો સામાન મોંઘો થશે

    2 weeks ago

    1

    0

    દેશમાં ડીઝલની અછત અને વધતી કિંમતોથી ટ્રાન્સપોર્ટ સેક્ટર પર બેવડો માર પડી રહ્યો છે. વધતા ખર્ચને કારણે ટ્રાન્સપોર્ટર્સે ટ્રકોને ઊભા કરવાનું શરૂ કરી દીધું છે. પરિસ્થિતિ એવી છે કે ભારતના કુલ 95 લાખ ટ્રકોમાંથી લગભગ 20% એટલે કે 19 લાખ ટ્રક રસ્તાઓ પરથી હટી ગયા છે. ઇકોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ઇરાન યુદ્ધને કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાની અસર હવે ભારતની સપ્લાય ચેઇન પર દેખાવા લાગી છે. ડીઝલની અછત અને ઊંચા ભાવોને કારણે ટ્રાન્સપોર્ટ કંપનીઓએ માલભાડું વધારી દીધું છે. પશ્ચિમથી ઉત્તર ભારત જેવા મુખ્ય રૂટ્સ પર ભાડામાં 10 થી 15% નો વધારો થયો છે. 30 કિમી સુધીની લોકલ ડિલિવરીના ભાવ તો વધુ વધ્યા છે. આની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે, કારણ કે આવનારા દિવસોમાં ફળ, શાકભાજી અને રાશનના ભાવ વધી શકે છે. 11 દિવસમાં ₹8 સુધી વધ્યા ભાવ, પેટ્રોલ પંપ પર લાંબી લાઈન ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે સરકારી તેલ કંપનીઓએ છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 4 વખત વધાર્યા છે, જેના કારણે કુલ વધારો ₹7.5 થી ₹8 પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે. નેશનલ હાઈવેના પેટ્રોલ પંપો પર ટ્રકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. નાના ઓપરેટરોની મુશ્કેલી વધી ભારતના ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં 70% થી વધુ નાના ટ્રક ઓપરેટરો છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ટ હરીશ સભરવાલે જણાવ્યું કે, ટ્રક ચલાવવાના કુલ ખર્ચમાં 40-45% હિસ્સો એકલા ડીઝલનો હોય છે. તેલની કિંમતોમાં હપ્તાવાર થયેલા વધારાનો બોજ હવે નાના ઓપરેટરો ઉઠાવવાની સ્થિતિમાં નથી. ઘણા પંપોએ ઉધાર પર તેલ આપવાનું બંધ કરી દીધું છે, જેના કારણે વર્કિંગ કેપિટલનું સંકટ ઊભું થયું છે. ઔદ્યોગિક ડીઝલ પંપ મોંઘા થવાથી પંપો પર ભીડ વધી બજારમાં ડીઝલના બે પ્રકારના ભાવ છે - જથ્થાબંધ (બલ્ક) અને છૂટક (રીટેલ). જથ્થાબંધ મળતું ડીઝલ છૂટક ડીઝલ કરતાં ₹40-42 પ્રતિ લિટર મોંઘું થઈ ગયું છે, તાજેતરમાં સરકારે ઔદ્યોગિક ડીઝલની કિંમત 22 રૂપિયા વધારી હતી. આવી સ્થિતિમાં, જે મોટી સંસ્થાઓ પહેલા જથ્થાબંધ તેલ ખરીદતી હતી, તેઓ હવે સામાન્ય જનતા માટેના પેટ્રોલ પંપો પર ભીડ કરી રહી છે. આ જ કારણોસર, છૂટક આઉટલેટ્સ પર સપ્લાય ઓછી પડી રહી છે અને ટ્રકોને 6 થી 8 કલાક સુધી રાહ જોવી પડી રહી છે. તેલ કંપનીઓએ કહ્યું - અછત ફક્ત સ્થાનિક છે ઇન્ડિયન ઓઇલ (IOC) જેવી સરકારી કંપનીઓએ દેશભરમાં તેલની અછત હોવાની વાતનો ઇનકાર કર્યો છે. કંપનીઓનું કહેવું છે કે પેટ્રોલનું વેચાણ 14% અને ડીઝલનું 18% વધ્યું છે. તેમના મતે, અછત ફક્ત કેટલાક પસંદગીના વિસ્તારોમાં છે અને તે અસ્થાયી છે. ચોમાસું શરૂ થતાં જ ખેતી અને પર્યટનની માગ ઘટશે, જેનાથી સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે.
    Click here to Read more
    Prev Article
    खुद की तरक्की के लिए जरूरी है खुद का अंदर से हील करना, खुश रहने के लिए हर महिला को सीखनी चाहिए 10 बातें
    Next Article
    Divyanka Tripathi and Vivek Dahiya Blessed With Twin Baby Boys, Couple Share Good News and Say ‘Mere Karan Arjun AA Gaye!’ (View Post)

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment