Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Burj Khalifaમાં 828 મીટરની ઊંચાઈએ કેવી રીતે પહોંચે છે પાણી? જાણો આ અદભુત એન્જિનિયરિંગ પાછળનું રહસ્ય

    3 hours from now

    1

    0

    દુબઈની શાન ગણાતી બુર્જ ખલીફા (Burj Khalifa) દુનિયાની સૌથી ઊંચી ઈમારત છે. 828 મીટરથી વધુ ઊંચાઈ અને 163 માળ ધરાવતી આ ગગનચુંબી ઈમારતને જોઈને અવારનવાર લોકોના મનમાં એક સવાલ ચોક્કસ આવે છે કે, આખરે આટલી ઊંચાઈ પર પાણી કેવી રીતે પહોંચતું હશે? શું કોઈ એક જ પંપ આખી ઈમારતમાં પાણી ચઢાવે છે કે પછી આની પાછળ કોઈ ખાસ ટેકનિક કામ કરે છે?વિજ્ઞાન અને એન્જિનિયરિંગ દ્વારા બન્યું શક્યરસપ્રદ વાત એ છે કે બુર્જ ખલીફામાં પાણીનો પુરવઠો સામાન્ય ઈમારતોની જેમ સપ્લાય થતો નથી. આટલી ઊંચાઈ પર સીધા એક પંપથી પાણી મોકલવું માત્ર મુશ્કેલ જ નહીં, પણ અત્યંત જોખમી છે. જો નીચેથી વધુ પડતું પ્રેશર આપવામાં આવે તો પાઈપો ફાટી શકે છે. આ અશક્ય લાગતા કામને વિજ્ઞાન અને અદભુત એન્જિનિયરિંગ દ્વારા શક્ય બનાવવામાં આવ્યું છે.બુર્જ ખલીફામાં પાણી ક્યાંથી આવે છે?બુર્જ ખલીફામાં વપરાતું પાણી સીધું કુદરતી સ્ત્રોતમાંથી નથી આવતું, પરંતુ તે દુબઈના દરિયાઈ પાણીને મીઠું કરવાના પ્લાન્ટ્સ (Desalination Plants) માંથી આવે છે. અહીં સમુદ્રના ખારા પાણીને ફિલ્ટર કરીને પીવાલાયક બનાવવામાં આવે છે. આ વિશ્વની સૌથી ઊંચી ઈમારતને દરરોજ આશરે 1,000 ક્યુબિક મીટર (એટલે કે લગભગ 2.5 લાખ ગેલન) પાણીની જરૂર પડે છે.એક નહીં, પરંતુ મલ્ટી-સ્ટેજ બૂસ્ટર પમ્પિંગ સિસ્ટમબુર્જ ખલીફામાં પાણી પહોંચાડવા પાછળ અમેરિકાની પ્રખ્યાત વોટર ટેકનોલોજી કંપની 'Xylem Inc.' નું ભેજું કામ કરી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે 'Xylem' નામ વનસ્પતિના એવા ટિશ્યુ પરથી લેવામાં આવ્યું છે, જે મૂળમાંથી પાણીને છોડના ઉપરના પાંદડા સુધી પહોંચાડે છે. આ ઈમારતમાં મલ્ટી-સ્ટેજ બૂસ્ટર પમ્પિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. પાણી અલગ-અલગ તબક્કામાં પહોંચે છે ઉપર પાણીને એક જ ઝાટકે ઉપર મોકલવાને બદલે, સૌથી પહેલા બેઝમેન્ટમાં લાગેલા શક્તિશાળી પંપ પાણીને એક ચોક્કસ ઊંચાઈ પર બનેલી મોટી ટાંકીઓમાં પહોંચાડે છે. ત્યારબાદ ત્યાં લાગેલા બીજા પંપ તે પાણીને તેનાથી ઉપરની ટાંકીઓમાં ધકેલે છે. આમ, પાણી અલગ-અલગ તબક્કામાં ધીમે-ધીમે છેક ઉપર સુધી પહોંચે છે.ઈમારતની અંદર બનેલા છે વિશાળ વોટર સ્ટેશન્સબુર્જ ખલીફામાં આ સિસ્ટમને સચોટ રાખવા માટે 7 ખાસ મેકેનિકલ ફ્લોર (Mechanical Floors) બનાવવામાં આવ્યા છે. આ માળ સામાન્ય રહેવા કે ઓફિસ માટેના નથી હોતા, પરંતુ માત્ર ટેકનિકલ ઓપરેશન માટે વાપરવામાં આવે છે. આ ઈમારતમાં દર 20 થી 30 માળ પછી આવા સ્પેશિયલ મેકેનિકલ લેવલ બનાવવામાં આવ્યા છે, જ્યાં મોટા પંપ અને વિશાળ પાણીની ટાંકીઓ સ્થાપિત છે. આને તમે ઈમારતની અંદર બનેલા નાના-નાના જળાશયો પણ કહી શકો છો.ગુરુત્વાકર્ષણ (Gravity) કરે છે બાકીનું કામજ્યારે પાણી પંપની મદદથી ઉપરના માળ પર બનેલી ટાંકીઓમાં પહોંચી જાય છે, ત્યારે ત્યાંથી નીચેના ફ્લેટ્સ, હોટેલ રૂમ્સ અને ઓફિસોમાં પાણી પહોંચાડવા માટે ગુરુત્વાકર્ષણ બળ (Gravity) નો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરથી પાણી કુદરતી રીતે નીચે વહે છે, જેથી વીજળીની પણ બચત થાય છે. આ સાથે જ ઈમારતમાં પ્રેશર બૂસ્ટર પંપ અને પ્રેશર રિડ્યુસિંગ વાલ્વ લગાવવામાં આવ્યા છે, જેથી કોઈ પણ માળ પર પાણીનું દબાણ ખૂબ વધી ન જાય કે ઘટી ન જાય અને દરેક નળમાં સરખા પ્રેશરથી પાણી મળે.AC ના પાણીનો પણ થાય છે અદભુત પુનઃઉપયોગબુર્જ ખલીફાની સિસ્ટમ માત્ર પાણી પહોંચાડવા પૂરતી સીમિત નથી, પણ તે પર્યાવરણને અનુકૂળ પણ છે. દુબઈની ગરમીને કારણે આ ઈમારતના એર કંડિશનિંગ (AC) સિસ્ટમમાંથી દર વર્ષે લાખો ગેલન પાણી (Condensate Water) બહાર નીકળે છે. આ પાણીને વેડફવાને બદલે એકઠું કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ઈમારતની આસપાસના બગીચાઓ અને ફુવારાઓમાં કરવામાં આવે છે.100 કિલોમીટરથી વધુ લાંબુ પાઈપોનું જાળુંઆ વિશાળ ઈમારતમાં ઘરેલું વપરાશના પાણીના સપ્લાય માટે 100 કિલોમીટરથી પણ વધુ લાંબી પાઈપલાઈન નું નેટવર્ક બિછાવવામાં આવ્યું છે. આ જ જટિલ નેટવર્ક અને અત્યાધુનિક પમ્પિંગ સિસ્ટમને કારણે આજે 163મી મંજિલ પર પણ સામાન્ય પ્રેશર સાથે પાણી ઉપલબ્ધ બને છે. બુર્જ ખલીફાની આ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ આધુનિક સિવિલ અને મિકેનિકલ એન્જિનિયરિંગનું એક સર્વોત્તમ ઉદાહરણ છે.વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
    Click here to Read more
    Prev Article
    Pisces, Weekly Horoscope, June 14 to June 20, 2026: Career and education see significant improvements
    Next Article
    'INDIA bloc has already won 2029 elections': Rahul Gandhi lays out strategy of 'resistance with unity'

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment