Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Bakrid:ભારતમાં 8% અને ઇન્ડોનેશિયામાં 2% મુસ્લિમો છે શાકાહારી, જાણો તેઓ કેવી રીતે ઉજવે છે બકરીઈદ

    2 weeks ago

    1

    0

    દુનિયાભરમાં મુસ્લિમ સમુદાયનો પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરીઈદ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ દિવસે હઝરત ઇબ્રાહીમના આદેશ અનુસાર પોતાના પ્રિય પશુની કુરબાની આપવાની પરંપરા છે. સામાન્ય રીતે આ તહેવાર પર માંસનું વિતરણ અને સેવન કરવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો વર્ગ પણ છે જેઓ મુસ્લિમ હોવાની સાથે-સાથે સંપૂર્ણ શાકાહારી (Vegetarian) છે? પ્યુ રિસર્ચ અને અન્ય વૈશ્વિક સર્વેક્ષણો અનુસાર, ભારતમાં આશરે 8 ટકા મુસ્લિમો પોતાને શાકાહારી માને છે અને તેઓ માંસ કે માછલીનું સેવન બિલકુલ કરતા નથી.વૈશ્વિક સ્તરે શાકાહારી મુસ્લિમોની સંખ્યાફક્ત ભારત જ નહીં, પરંતુ વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયામાં પણ લગભગ 2 ટકા વસ્તી શાકાહારી મુસ્લિમોની છે. આ સિવાય સાઉદી અરેબિયામાં વર્ષ 2021ના એક સર્વે મુજબ 11 ટકા લોકોએ પોતાને શાકાહારી ગણાવ્યા હતા, જેમાં 7.8 ટકા લોકો સંપૂર્ણ 'વીગન' (Vegan) હતા. તુર્કી જેવા દેશોમાં પણ શાકાહારી ભોજન પસંદ કરનારા મુસ્લિમોની સંખ્યા નોંધપાત્ર છે.કુરબાની વગર કેવી રીતે ઉજવાય છે બકરીઈદ?એક અહેવાલ મુજબ, શાકાહારી મુસ્લિમો બકરીદના દિવસે પશુ કુરબાનીની પ્રક્રિયાથી સંપૂર્ણપણે દૂર રહે છે. તેઓ પશુઓ પ્રત્યેના પ્રેમને કારણે શાકાહારી બન્યા છે અને તહેવારને એક એક સાધારણ તથા શાંતિપૂર્ણ ઉત્સવ તરીકે ઉજવે છે.બ્રિટનમાં રહેતી આયશા યુનુસ જણાવે છે કે, બકરીઈદના દિવસે તે નવા કપડાં પહેરે છે અને મિત્રો સાથે મળીને શુદ્ધ શાકાહારી ભોજનનો આનંદ માણે છે. આ દિવસે પશુ કુરબાની આપવાને બદલે તેઓ જરૂરિયાતમંદ લોકોને અનાજ, સાધન અને પૈસાનું દાન કરે છે.ઇસ્તંબુલ અને બેરૂતમાં રહેતા શાકાહારી મુસ્લિમોનું પણ માનવું છે કે, કુરબાનીનો સાચો અર્થ અલ્લાહના હુકમ સામે સર ઝુકાવવો, પોતાની વહાલી વસ્તુનો ત્યાગ કરવો અને ગરીબોની મદદ કરવાનો છે. તેથી તેઓ આ તહેવાર પર લોહી વહાવવાને બદલે માત્ર ઉદારતાથી આર્થિક દાન આપીને તહેવારની સાચી ભાવનાને સાર્થક કરે છે.આ પણ વાંચો:India US Trade Deal : શું આગામી મહિને ફાઈનલ થઈ જશે ટ્રેડ ડીલ? 1થી 4 જૂન સુધી અમેરિકી પ્રતિનિધિમંડળ આવશે ભારત
    Click here to Read more
    Prev Article
    Amid rising diabetes cases, docs say solution for nerve pain is in chilli pepper
    Next Article
    Anemia Health Problem: વાળ ખરવા અને હાર્ટ રેટ વધવા એ હોઈ શકે છે એનિમિયાના સંકેત!

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment