Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Bollywoodનો એકમાત્ર સ્ટાર, જેણે આપી 1000 કરોડ કમાનારી 4 ફિલ્મો, 113 વર્ષમાં પહેલીવાર થયો આ કમાલ!

    4 weeks ago

    1

    0

    બોલીવુડની ઘણી ફિલ્મો અવારનવાર બોક્સ ઓફિસ પર નવા-નવા રેકોર્ડ બનાવતી રહે છે. રણવીર સિંહથી લઈને શાહરૂખ ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર 1000 કરોડની કમાણી કરી ચૂકી છે. પરંતુ વર્ષ 2026માં એક બોલીવુડ સ્ટારે 113 વર્ષમાં એવો કમાલ કર્યો છે, જે અત્યાર સુધી કોઈ એક્ટરે નથી કર્યો. આ સિતારાની 4 ફિલ્મો 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. આ સિતારાએ રચ્યો ઈતિહાસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે શાહરૂખ ખાન, રણવીર સિંહ, આમિર ખાન, પ્રભાસ અને અલ્લુ અર્જુન જ એવા સિતારાઓ છે જેમણે 1000 કરોડની ફિલ્મો આપી છે. ત્યારે આ બધાને પાછળ છોડીને સંજય દત્તે એવો ઈતિહાસ રચી દીધો છે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 113 વર્ષમાં કોઈ કરી શક્યું નથી. બોક્સ ઓફિસના બન્યા બાદશાહ સંજય દત્તની 4 ફિલ્મો 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. આ રેકોર્ડ પોતાના નામે કરીને સંજય દત્ત હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોક્સ ઓફિસના બાદશાહ બની ગયા છે. તો બીજી તરફ સંજય દત્તના ફેન્સ પણ આ રેકોર્ડથી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. સતત 2 ફિલ્મોએ 1000 કરોડ પાર કર્યા વર્ષ 2025 અને 2026માં સંજય દત્તની ધુરંધર અને ધુરંધર 2 એ 1000 કરોડના ક્લબમાં એન્ટ્રી કરીને સૌને ચોંકાવી દીધા. આ જ ફિલ્મે સંજય દત્તની સાથે-સાથે રણવીર સિંહને પણ બોલીવુડનો ટોપ એક્ટર બનાવી દીધો છે. વર્ષ 2022માં પણ આપી ચૂક્યા છે 1000 કરોડની ફિલ્મ ધુરંધર અને ધુરંધર 2 પહેલા વર્ષ 2022માં આવેલી સંજય દત્તની કેજીએફ ચેપ્ટર 2 એ પણ બોક્સ ઓફિસ પર 1000 કરોડનો આંકડો પાર કર્યો હતો. આ ફિલ્મમાં સંજય દત્તે વિલનનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે લીડ રોલમાં યશ જોવા મળ્યો હતો. આ ફિલ્મોએ બનાવી દીધા બોક્સ ઓફિસ કિંગ ધુરંધર, ધુરંધર 2 અને કેજીએફ ચેપ્ટર 2ની સાથે-સાથે સંજય દત્ત જવાન મૂવીમાં પણ જોવા મળ્યા હતા. શાહરૂખ ખાનની આ ફિલ્મે પણ 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. જોકે આ ફિલ્મમાં સંજય દત્તનો રોલ નાનો હતો, પરંતુ તે પણ તેમની ફિલ્મોની લિસ્ટમાં સામેલ છે. આ તમામ ફિલ્મોમાં સંજય દત્ત જોવા મળ્યા અને ઓડિયન્સને ખૂબ જ એન્ટરટેન પણ કર્યા. આ ફિલ્મોના જોરે હવે સંજય દત્ત 1000 કરોડની 4 ફિલ્મો આપનારા એકમાત્ર એક્ટર બની ગયા છે.આ પણ વાંચો- 36 વર્ષથી અકબંધ છે સદાબહાર એક્ટ્રેસ રેખાનું આ રહસ્ય! પતિ મુકેશ અગ્રવાલના અવસાન પછી પણ કેમ લગાવે છે સિંદૂર?
    Click here to Read more
    Prev Article
    IPL 2026 qualification race explained: What each franchise needs to reach playoffs
    Next Article
    भारत-नीदरलैंड रिश्तों को मिली नई ताकत, 17 समझौतों पर लगी मुहर

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment