Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Canada PR:વધુ પગારદારને કેનેડામાં PR મળશે સરળતાથી,એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી

    3 weeks ago

    1

    0

    વિદેશ જઈને સ્થાયી થવા માંગતા અને ખાસ કરીને કેનેડાના પરમેનન્ટ રેસિડેન્સી (PR)ની રાહ જોઈ રહેલા વ્યાવસાયિકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકાર હવે પોતાના ઇમિગ્રેશન સિસ્ટમમાં એવો મોટો ફેરફાર કરવા જઈ રહી છે, જેનાથી ઉંચો પગાર ધરાવતી નોકરીઓ કરતા લોકોને PR મેળવવું ખૂબ જ સરળ બની જશે. આ નવો ફેરફાર કેનેડાની પ્રખ્યાત 'એક્સપ્રેસ એન્ટ્રી' (Express Entry) સિસ્ટમના સીઆરએસ (Comprehensive Ranking System - CRS) સ્કોરમાં લાગુ કરવામાં આવી શકે છે.આવક ગેમ-ચેન્જર ભૂમિકા ભજવશેકેનેડાનું ઇમિગ્રેશન વિભાગ 'ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા' (IRCC) હાલમાં એક નવા ફેક્ટર પર વિચાર કરી રહ્યું છે, જેને "હાઈ-વેજ ઓક્યુપેશન ફેક્ટર" (High-Wage Occupation Factor) નામ આપવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા હેઠળ, ઉમેદવારોને તેમની નોકરીના વેતન સ્તર (સેલરી લેવલ)ના આધારે વધારાના CRS પોઈન્ટ્સ આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે હવે પસંદગી પ્રક્રિયામાં માત્ર ઉંમર, શિક્ષણ અને ભાષા જ નહીં, પરંતુ તમારી નોકરીની આવક પણ એક ગેમ-ચેન્જર ભૂમિકા ભજવશે.કેવી રીતે મળશે વધારાના પોઈન્ટ્સ?આ દરખાસ્ત મુજબ, જે નોકરીઓનો પગાર કેનેડાના રાષ્ટ્રીય સરેરાશ પગાર કરતાં 1.3 ગણો, 1.5 ગણો અથવા 2 ગણો વધારે હશે, તેમને સીધો ફાયદો થશે. તમારી નોકરીની કેટેગરી જેટલી હાઈ-સેલરી વાળી હશે, એટલા જ વધારે સીઆરએસ પોઈન્ટ્સ મળશે. અહીં નોંધવું રહ્યું કે આ પોઈન્ટ્સ કોઈ વ્યક્તિગત સેલરી પર નહીં, પરંતુ નોકરીની શ્રેણી અને તેના સરેરાશ વેતન સ્તરના આધારે નક્કી થશે.આ પ્રોફેસન્સને થઈ શકે છે મોટો ફાયદોજો આ નિયમ લાગુ થશે તો ડૉક્ટર્સ, સર્જન્સ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને મેનેજમેન્ટ ક્ષેત્રના ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકોને '2 ગણી વેતન શ્રેણી' હેઠળ સૌથી વધુ પોઈન્ટ્સ મળી શકે છે. જ્યારે એન્જિનિયર્સ, સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ અને શિક્ષકો '1.5 ગણી શ્રેણી'માં આવી શકે છે. કેનેડા સરકારનું માનવું છે કે જે લોકોની કમાણી કરવાની ક્ષમતા વધુ હોય છે, તેઓ કેનેડા આવ્યા પછી આર્થિક રીતે વધુ સારું પ્રદર્શન કરે છે અને દેશના અર્થતંત્રમાં મોટું યોગદાન આપે છે.હાલમાં આ સમગ્ર ફેરફાર માત્ર એક પ્રસ્તાવના સ્તરે છે અને તેના પર નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે. આગામી 12 થી 18 મહિનામાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે, તો કેનેડાની પીઆર સિસ્ટમ સંપૂર્ણપણે "હાઈ-ઇન્કમ સ્કિલ્ડ વર્કર્સ" તરફ ઝુકી જશે.આ પણ વાંચો:UK:મમદાની બાદ હવે તુષાર કુમારની ચર્ચા,યુકેમાં સૌથી નાની ઉંમરે મેયર બની ભારતીય યુવાને રચ્યો ઇતિહાસ
    Click here to Read more
    Prev Article
    CHSE Odisha Class 12 result 2026 releasing tomorrow: How to check plus two marksheets on DigiLocker
    Next Article
    वन नेशन, वन इलेक्शन- JPC की टीम गुजरात पहुंची:प्रियंका गांधी समेत 39 सदस्य सभी पार्टियों के नेताओं से मुलाकात करेंगे

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment