Cockroach Janta Partyના સ્થાપકનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક, ભારતમાં X હેન્ડલ પણ બંધ
3 weeks ago
ઇન્ટરનેટ પર અત્યારે સૌથી વધુ વાયરલ અને ટ્રેન્ડિંગ બનેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિજીત દીપકેએ દાવો કર્યો છે કે તેમનું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે અને તમામ પ્રયાસો છતાં તેઓ તેને એક્સેસ કરી શકતા નથી. આ ઉપરાંત, તેમની પાર્ટીનું બેકઅપ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ થોડા સમય માટે બંધ કરી દેવાયું હતું, જો કે તે પાછળથી શરૂ થઈ ગયું છે. દીપકેએ તેમના એક્સ અકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે અને પોતાની સુરક્ષા અંગે પણ ડર વ્યક્ત કર્યો છે.સોશિયલ મીડિયા પર આ પાર્ટીએ ધૂમ મચાવી મૂળ મહારાષ્ટ્રના અને હાલ બોસ્ટનમાં રહેતા અભિજીત દીપકેની આ પાર્ટી સીજેઆઈ (CJI) સૂર્યકાંતની યુવાનો પરની કોક્રોચ ટિપ્પણી બાદ અચાનક ભારે લોકપ્રિય થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ પાર્ટીએ ધૂમ મચાવી છે. ઇન્સ્ટાગ્રામ પર આ પેજ માત્ર 80 પોસ્ટ સાથે ભાજપ અને કોંગ્રેસને પાછળ છોડીને 2.18 કરોડથી વધુ ફોલોઅર્સના આંકડાને પાર કરી ગયું છે. જો કે, આ વધતી લોકપ્રિયતા વચ્ચે ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું સત્તાવાર X હેન્ડલ બંધ ( કરી દેવામાં આવ્યું છે, જો કે વિદેશોમાં તે હજુ પણ જોઈ શકાય છે. યુવા નેતાઓનો વ્યાપક ટેકો આ એક વ્યંગ્યાત્મક અભિયાન હોવા છતાં તેને રાજકીય પક્ષો અને યુવા નેતાઓનો વ્યાપક ટેકો મળી રહ્યો છે. કેરળમાં કોંગ્રેસના નવનિર્વાચિત ધારાસભ્ય અબિન વર્કી, મુસ્લિમ લીગ ના પી કે નવાસ અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) ના વી કે સનોજ જેવા યુવા નેતાઓએ આ ઝુંબેશને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના પ્રદેશ અધ્યક્ષ એમ શિવપ્રસાદે પણ તેની તરફેણમાં અવાજ ઉઠાવ્યો છે. ડિજિટલ સ્પેસમાં આ પાર્ટી અત્યારે ભારે ચર્ચાનો વિષય બની છે. આ પણ વાંચો---- West Bengal : મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો આદેશ, ગેરકાયદે બાંગ્લાદેશીઓને કોર્ટ નહીં, સીધા બીસીએફને આપી દો
Click here to Read more