Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Delhi Fire Live: માલવીય નગરમાં હોટલમાં ભીષણ આગ લાગતા 21ના મોત, PMએ દુઃખ વ્યક્ત કર્યુ

    1 week ago

    1

    0

    દિલ્હીમાં મોટી દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે. માલવીય નગરમાં રેસ્ટોરન્ટમાં ભાષણ આગ લાગી જેમાં 10 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જો કે બાદમાં કુલ 21 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. . 5 માળની હોટલમાં આગ ભભૂકી ઉઠી. હાલ સ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.   માલવીય નગરના ધારાસભ્ય સતીષ ઉપાધ્યાયે 20 લોકોના મોત થયો હોવાનો દાવો કર્યો છે. સવારે 9 વાગે આગ લાગી અધિકારીઓએ જણાવ્યું કે ફાયર વિભાગને સવારે 9:00 વાગ્યાની આસપાસ આગ લાગવાની માહિતી મળી હતી. ત્યારબાદ, દસ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ANI એ અહેવાલ આપ્યો છે કે આગને કારણે થયેલી દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે. જ્યારે 35 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.   રેસક્યુ કામગીરી તેજ સમાચાર એજન્સી PTI અનુસાર, દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'લેમન ગ્રીન' રેસ્ટોરન્ટમાં આગને કાબુમાં લેવા માટે પ્રારંભિક પગલા તરીકે, બે વોટર ટેન્ડર, બે વોટર બોઝર, એક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ અને અન્ય ફાયર ફાઇટીંગ યુનિટ તૈનાત કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં, અહેવાલો બહાર આવ્યા હતા કે ફાયર ફાઇટરોએ બિલ્ડિંગના ભોંયરામાંથી ત્રણ વ્યક્તિઓને બચાવી લીધા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તે સમયે, તેમની સ્થિતિ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નહોતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું દિલ્હીના માલવિયા નગરમાં આગની ઘટનામાં થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યું છે. દરેક મૃતકના નજીકના સંબંધીઓને પીએમએનઆરએફ તરફથી ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 મળશે.
    Click here to Read more
    Prev Article
    Delhi fire news LIVE: 18 dead, several injured in blaze at Malviya Nagar restaurant, say officials
    Next Article
    Bollywood Desi Girl: 1 વર્ષમાં જ 6 ફિલ્મો થઈ હતી ફ્લોપ, આજે એક જ ફિલ્મ માટે લઈ રહી છે 30 કરોડ જેટલી તગડી ફી!

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment