Dholiwood News: ગુજરાતી અભિનેત્રી સુધા ત્રિપાઠીનું નિધન, વિક્રમ ઠાકોર સાથે આપી છે સુપરહિટ ફિલ્મ
4 hours from now
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાંથી એક અત્યંત માઠા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘સોરી સાજણા’માં પોતાના શાનદાર અને યાદગાર અભિનયથી પ્રીતની મધુરતા વેરનાર અને દર્શકોના દિલ જીતનાર જાણીતી અભિનેત્રી સુધા ત્રિપાઠીનું નિધન થયું છે. તેમના અકાળે અવસાનના સમાચાર વહેતા થતાં જ સમગ્ર ગુજરાતી ફિલ્મ જગત, સાથી કલાકારો અને તેમના અસંખ્ય ચાહકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ભાવુક પોસ્ટ દ્વારા આપી માહિતીગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને જાણીતા ગાયક વિક્રમ ઠાકોરે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે સુધા ત્રિપાઠીના નિધનની સત્તાવાર માહિતી આપી હતી. ફિલ્મમાં તેમની સાથે મુખ્ય ભૂમિકા ભજવનાર વિક્રમ ઠાકોરે એક હૃદયસ્પર્શી અને ભાવુક પોસ્ટ શેર કરીને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.વિક્રમ ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યુંવિક્રમ ઠાકોરે દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, મારી ફિલ્મ સોરી સાજણાની હિરોઇન અને ખૂબ જ સારી અભિનેત્રી સુધા ત્રિપાઠી દેવલોક પામ્યા છે. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે ૐ શાંતિ. સુપરસ્ટારની આ પોસ્ટ જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી, અને લોકો ભીની આંખે પ્રતિક્રિયા આપી રહ્યા છે. ==અવસાનનું કારણ હજુ અકબંધઅભિનેત્રી સુધા ત્રિપાઠીના આકસ્મિક વિદાયથી તેમના પરિવારજનો અને નજીકના સ્વજનો સ્તબ્ધ થઈ ગયા છે, અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જોકે, અત્યાર સુધી તેમના નિધન પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી. ==સોશિયલ મીડિયા પર ઢોલિવૂડના અન્ય દિગ્ગજ કલાકારો, દિગ્દર્શકો અને ચાહકો સતત તેમની તસવીરો શેર કરીને તેમને યાદ કરી રહ્યા છે. 'સોરી સાજણા' ફિલ્મમાં તેમના અભિનયના વખાણ આજે પણ લોકોના મોઢે સાંભળવા મળે છે, ત્યારે તેમનું આ રીતે ચાલ્યા જવું એ ગુજરાતી સિનેમા માટે ક્યારેય ન પુરાનારી ખોટ છે. સમગ્ર ડિજિટલ પ્લેટફોર્મ પર ચાહકો તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.આ પણ વાંચો - Sabarkantha News: પોશીનાના ચંદ્રણા ગામે ડીજે વગાડવા બાબતે જામ્યું ધીંગાણું
Click here to Read more
