Flop movie : 900 કરોડની બ્લોકબસ્ટર ફિલ્મનો વિલન, આજે 1 કરોડની કમાણી માટે પણ ફાંફા મારી રહ્યો છે!
4 hours from now
વાત આજે બોલીવુડના એક એવા એક્ટરની જેણે 31 વર્ષ પહેલા બોલીવુડમાં હિટ ડેબ્યૂ કર્યું હતું. આ પછી શરૂઆતના તબક્કામાં અન્ય હિટ ફિલ્મો પણ આપી. પરંતુ પછી ફ્લોપ ફિલ્મોની લાઇન લગાવી દીધી. પછી વર્ષો બાદ અભિનેતાએ મોટા પડદા પર વિલનના પાત્રથી ગજબની મહેફિલ લૂંટી અને તેમની ફિલ્મે 900 કરોડથી વધુની કમાણી કરી નાખી હતી. જો કે હવે અઢી વર્ષ પછી તે એક્ટરની એક ફિલ્મને એક કરોડ રૂપિયા કમાવવામાં પણ પરસેવો છૂટી રહ્યો છે. તેની ફિલ્મની કમાણી માત્ર લાખોમાં જ સિમિત રહી ગઈ છે. કોણ છે આ એક્ટર? અહીં જે અભિનેતાની વાત થઈ રહી છે તેનું નામ બોબી દેઓલ છે. બોબી દેઓલ આજકાલ ફિલ્મ બંદરમાં જોવા મળી રહ્યો છે. 5 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મની રિલીઝ પહેલા ખૂબ ચર્ચા થઈ હતી, પરંતુ ફિલ્મ સિનેમાઘરોમાં આવ્યા પછી ફુસ્સ સાબિત થઈ ગઈ. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, પહેલા દિવસે આ ફિલ્મ માત્ર 50 લાખ રૂપિયાનું કલેક્શન કરી શકી. બીજા દિવસે પણ કમાણીનો આંકડો કરોડ સુધી પહોંચી શક્યો નહીં અને તેના ખાતામાં માત્ર 95 લાખ રૂપિયા નોંધાયા. ક્યારેક બોક્સ ઓફિસ પર અબજોમાં રમનારા બોબીની ફિલ્મની કમાણી હવે લાખોમાં સિમિત રહી ગઈ છે. 'એનિમલ' એ હલાવી દીધું હતું બોક્સ ઓફિસ હવે જરા અઢી વર્ષ પાછળ જઈએ. ડિસેમ્બર 2023માં ફિલ્મ આવી હતી એનિમલ. આમાં રણબીર કપૂરે લીડ રોલ ભજવ્યો હતો, જ્યારે તેમની સામે વિલન બન્યા હતા બોબી દેઓલ. અબરાર હક નામના વિલનના પાત્રમાં બોબી છવાઈ ગયો હતો. તે માત્ર થોડી મિનિટો માટે જ પડદા પર જોવા મળ્યો હતો, પરંતુ તેના જોરદાર વખાણ થયા હતા. કેટલાય ફેન્સે તો ત્યાં સુધી માન્યું હતું કે તે એક્ટિંગની બાબતમાં રણબીર કપૂર પર પણ ભારે પડ્યો હતો. સેકનિલ્ક અનુસાર, 100 કરોડના બજેટમાં બનેલી એનિમલ એ બોક્સ ઓફિસ પર કેટલાય રેકોર્ડ તોડ્યા હતા અને દુનિયાભરમાં 915 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી નાખી હતી. બરસાતથી કર્યું હતું સફળ ડેબ્યૂ બોબી દેઓલે વર્ષ 1995માં ફિલ્મ બરસાતથી હિટ ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ગુપ્ત, સોલ્જર અને બાદલ જેવી ફિલ્મોથી પણ ચર્ચામાં રહ્યો. જો કે તેનું કરિયર તેના પિતા ધર્મેન્દ્ર અને મોટા ભાઈ સની દેઓલની સરખામણીમાં બહુ વધારે સફળ રહ્યું નથી. આ પણ વાંચો-Cinema : એક કરોડ પણ નથી કમાઈ રહી બોબીની ફિલ્મ બંદર, માત્ર 2 દિવસમાં જ નીકળી ગઈ ફિલ્મની હવા!
Click here to Read more
