Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Ebola સંક્રમણને લઈ DGCAએ ગાઈડલાઈન કરી જાહેર, આ દેશોના મુસાફરો પર રહેશે નજર

    2 weeks ago

    1

    0

    કોંગો અને યુગાન્ડા ખાતે ફેલાયેલા ઈબોલા વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન હેઠળ શંકાસ્પદ મુસાફરો માટે વિમાનમાં અલગ બેઠક વ્યવસ્થા સહિત અનેક સાવચેતીના પગલાં ફરજિયાત બનાવવામાં આવ્યા છે.'હેલ્થ ડિક્લેરેશન ફોર્મ' ભરવું જરૂરી DGCA દ્વારા એરલાઈન્સ માટે કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરોની ફરજિયાત સ્ક્રીનિંગ કરવામાં આવશે અને મુસાફરી પહેલાં ‘હેલ્થ ડિક્લેરેશન ફોર્મ’ ભરવું જરૂરી રહેશે. જો ફ્લાઇટ દરમિયાન કોઈ મુસાફરમાં ઇબોલા જેવા લક્ષણો જોવા મળે તો ક્રૂ મેમ્બર્સે તેને અન્ય મુસાફરોમાંથી અલગ બેસાડીને આઈસોલેટ કરવો પડશે. APHOને જાણ કરવી ફરજિયાત રહેશે સાથે જ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા અથવા લક્ષણો ધરાવતા મુસાફરોને ઈમિગ્રેશન ક્લિયરન્સ પહેલાં એરપોર્ટ હેલ્થ ઓફિસર (APHO)ને જાણ કરવી ફરજિયાત રહેશે. મુસાફરી બાદ 21 દિવસની અંદર લક્ષણો દેખાય તો તાત્કાલિક સ્થાનિક આરોગ્ય અધિકારીઓનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. સરકાર ઈબોલા મામલે સંપૂર્ણ એલર્ટ પર કેન્દ્ર સરકાર પણ ઈબોલા મામલે સંપૂર્ણ એલર્ટ પર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરીને તૈયારીઓની સમીક્ષા કરી હતી. ICMR અને NCDC જેવી એજન્સીઓને ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને મોનિટરિંગ માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. સરકારે એરપોર્ટ, બંદરો અને આંતરરાષ્ટ્રીય સરહદો પર દેખરેખ વધુ કડક બનાવવા આદેશ આપ્યો છે. ખાસ કરીને ઈબોલા પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરોની ચકાસણીમાં કોઈ બેદરકારી ન રાખવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને પણ સાવચેત રહેવા અને તાવ, ઉલ્ટી, નબળાઈ કે બ્લીડિંગ જેવા લક્ષણો દેખાય તો તરત તપાસ કરાવવાની સલાહ આપી છે. આ પણ વાંચો : Gulmarg Ropeway Rescue: 65 કેબલ કાર, 300 પ્રવાસી અને હવામાં અટવાયેલા શ્વાસ, જાણો ગુલમર્ગ અકસ્માતની કહાની
    Click here to Read more
    Prev Article
    Marco Rubio’s India Visit Signals Major Push in US-India Strategic & Economic Ties? | Brass Tacks
    Next Article
    Opposition parties criticise CM  Vijay over a spate of crimes across Tamil Nadu

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment