Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Fat Loss Sign: શરીરમાં આ 7 ફેરફાર દેખાય તો સમજી જાવ વેઇટ લોસ જર્ની સાચી દિશામાં!

    2 weeks ago

    1

    0

    જ્યારે લોકો વજન કે ચરબી ઘટાડવાની (Fat Loss) મુસાફરી શરૂ કરે છે, ત્યારે તેઓ વારંવાર વજન માપવાના મશીન પર નિર્ભર રહે છે. જો કાંટા પરની સંખ્યા ઝડપથી ન ઘટે, તો ઘણા લોકો નિરાશ થઈને પોતાના પ્રયાસો છોડી દે છે. પરંતુ ફિટનેસ નિષ્ણાતોના મતે, ચરબી ઘટવી એ એક ધીમી અને આંતરિક પ્રક્રિયા છે. ચરબી ઓછી થવાના સંકેતો માત્ર વજનના આંકડામાં જ નહીં, પરંતુ શરીરમાં થતા અન્ય ઘણા નાના-મોટા ફેરફારોમાં પ્રતિબિંબિત થાય છે. પ્રખ્યાત ફિટનેસ કોચ એરિકે આવા જ 7 મુખ્ય સંકેતો દર્શાવ્યા છે, જે સાબિત કરે છે કે તમારી મહેનત રંગ લાવી રહી છે. 1. સૂતા પહેલા હળવી ભૂખ લાગવી જો તમને રાત્રે સૂતી વખતે પેટમાં સહેજ અવાજ આવે અથવા હળવી ભૂખનો અહેસાસ થાય, તો તે દર્શાવે છે કે તમારી કેલરીની ઉણપ (Calorie Deficit) યોગ્ય રીતે કામ કરી રહી છે. આનાથી ઇન્સ્યુલિનનું સ્તર નિયંત્રિત થાય છે અને મેટાબોલિઝમ સુધરે છે. જોકે, ભૂખ્યા પેટે સૂઈ જવાનું નથી, માત્ર થોડી ભૂખ હોવી એ સકારાત્મક સંકેત છે. 2. જમ્યા પછી પણ પેટ સંપૂર્ણ ભારે ન લાગવું ભોજન લીધા પછી પણ જો તમને એવું લાગે કે તમે હજુ થોડું વધારે ખાઈ શકો છો અને પેટ એકદમ ટાઈટ કે ભારે નથી થયું, તો તે સામાન્ય બાબત છે. આ સંકેત દર્શાવે છે કે તમારું શરીર ઓછી કેલરીના સેવન સાથે ધીમે ધીમે તાલમેલ મિલાવી રહ્યું છે. 3. શરૂઆતના દિવસોમાં હળવો માથાનો દુખાવો જ્યારે તમે ડાયેટિંગ શરૂ કરો છો, ત્યારે પહેલા કે બીજા અઠવાડિયામાં માથાનો દુખાવો થઈ શકે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, કારણ કે જ્યારે શરીર ખાંડ (Sugar) અને જંક ફૂડના વ્યસનમાંથી મુક્ત થઈને નવા હેલ્ધી ડાયેટમાં પ્રવેશ કરે છે, ત્યારે આવા લક્ષણો જોવા મળે છે. 4. નિયમિત આંતરડાની ગતિવિધિઓ (Digestion) જો તમે દિવસમાં એક કે બે વાર સરળતાથી પેશાબ અને શૌચ ક્રિયા માટે જાઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારા આહારમાં ફાઈબરની માત્રા યોગ્ય છે. આનાથી પાચનતંત્ર મજબૂત બને છે અને આંતરડા સાફ રહે છે, જે ફેટ લોસ માટે અનિવાર્ય છે. 5. સવારે ઉઠવામાં અને ચાલવામાં આળસ આવવી જ્યારે શરીર કેલરીની અછતનો સામનો કરે છે, ત્યારે શરૂઆતમાં ઉર્જાનું સ્તર ઓછું થવાને કારણે સવારે ઉઠવું કે સક્રિય રહેવું થોડું મુશ્કેલ લાગી શકે છે. શરીર નવી ઓછી ઉર્જાની સ્થિતિ સાથે અનુકૂલન સાધતું હોવાથી આવો થાક અનુભવાય છે. 6. ચહેરા અને જાંઘ પરથી સોજો ઓછો થવો ઘણીવાર પેટની ચરબી ઘટતા વાર લાગે છે, પરંતુ કેલરી ડેફિસિટના કારણે સૌથી પહેલા ચહેરા પરનો સોજો (Puffiness) ઓછો થાય છે અને જીન્સ જાંઘના ભાગેથી વધુ કમ્ફર્ટેબલ ફિટ થવા લાગે છે. આ પ્રગતિનો બહુ મોટો સંકેત છે. 7. વજન મશીન પર ધીમો પણ સ્થિર ઘટાડો જો વજન કાંટા પરની સંખ્યા એકદમ ઝડપથી ઘટવાને બદલે ધીમે-ધીમે ઓછી થઈ રહી હોય, તો તે સાચો ફેટ લોસ છે. શરીરમાં પાણીનું પ્રમાણ અને આહાર બદલાવાને કારણે વજનમાં થોડી ઘણી વધઘટ થવી સ્વાભાવિક છે, તેથી રોજિંદા આંકડા જોઈને મૂંઝાવાની જરૂર નથી. (Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )આ પણ વાંચોઃ ભારતનું એક રહસ્યમયી ગામ, જ્યાં માણસો ઓછાં કોબ્રા રહે છે ઘરમાં!
    Click here to Read more
    Prev Article
    Cockroach Janata Party Founder Gets Support From Millions Online, But Not From His Parents
    Next Article
    CSK આગામી સીઝન પહેલાં લેશે આકરા નિર્ણયો! ફ્લોપ પ્રદર્શન કરનારા આ 5 ખેલાડીઓ થશે ટીમની બહાર!

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment