ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI)એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા દાવાઓ અને બ્રાન્ડ નામોને લઈને મોટી કાર્યવાહી કરી છે. નિયમનકારી સંસ્થાએ કુલ 8 ફૂડ કંપનીઓને નોટિસ ફટકારી છે. આ કંપનીઓ પર આરોપ છે કે તેઓ પોતાના પ્રોડક્ટના નામ, ટેગલાઇન અને લેબલિંગમાં એવા દાવાઓ કરી રહી છે જે ખાદ્ય સુરક્ષા નિયમો અનુસાર નથી અને ગ્રાહકોમાં ભ્રમ પેદા કરી શકે છે.આ કંપનીઓને ફટકારી નોટિસ FSSAI દ્વારા નોટિસ મેળવનાર કંપનીઓમાં Emami Healthy & Tasty, Health Aid, Troovy, The Healthy Factory, Healthy Master, Healthy Choice, Plan B અને Neuherbsનો સમાવેશ થાય છે. નિયામકના જણાવ્યા મુજબ, કેટલીક કંપનીઓના બ્રાન્ડ નામ અને માર્કેટિંગ દાવાઓ ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ, 2006નો ભંગ કરી શકે છે. આવા દાવાઓ ગ્રાહકોને પ્રોડક્ટના વાસ્તવિક ગુણધર્મ અંગે ખોટી સમજ આપી શકે છે.ગ્રાહકોને ગેરમાર્ગે દોરે તેવું લખાણ ખાસ કરીને Emami Healthy & Tastyના નામને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, કારણ કે તે ગ્રાહકોને આરોગ્ય સંબંધિત ફાયદાની ખોટી ધારણા આપી શકે છે. એ જ રીતે Plan Bના “Plant Based Vegan” દાવા પર પણ સવાલ ઉભા થયા છે, કારણ કે તેના માટે જરૂરી મંજૂરી લાઇસન્સમાં દર્શાવવામાં આવી નથી. The Healthy Factoryના “Zero Maida” દાવાવાળા ઉત્પાદનો જેમ કે Whole Wheat Bread અને Pizza Base પર પણ નોટિસ આપવામાં આવી છે. FSSAIનું કહેવું છે કે તેમાં ગ્લૂટેન જેવી સામગ્રી હોવા છતાં “Zero Maida” લખવું ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે.Neuherbsના “True Vitamin” બ્રાન્ડ નામને પણ નિયમો મુજબ યોગ્ય માનવામાં આવ્યું નથી. Troovy, Healthy Master, Healthy Choice અને Health Aid જેવી કંપનીઓના નામ અને ટેગલાઇનને પણ ભ્રામક ગણવામાં આવ્યા છે. FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે ખાદ્ય ઉત્પાદનો પરના તમામ દાવાઓ વૈજ્ઞાનિક આધાર અને નિયમો અનુસાર હોવા જોઈએ, જેથી ગ્રાહકોને સાચી અને પારદર્શક માહિતી મળી શકે.આ પણ વાંચો : El Ninoની અસર, ચોમાસા પર સંકટ સાથે દેશમાં મોંઘવારી વધવાનો મોટો ખતરો, જાણો નવો રિપોર્ટ
Click here to Read more