Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    India China:ભારતના વર્ક ફ્રોમ અંગે ચીનમાં કેમ થઈ રહી છે ચર્ચા,બેઇજિંગ કહે છે,ભારત માટે આ એક તક છે!

    3 weeks ago

    1

    0

    ભારતમાં વધતી એનર્જી કટોકટી અને તેના ઉકેલ તરીકે સરકાર દ્વારા આપવામાં આવેલી 'વર્ક ફ્રોમ હોમ' (WFH)ની સલાહે હવે વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે. પડોશી દેશ ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઈમ્સ' એ આ અંગે એક વિશેષ સંપાદકીય લખીને દાવો કર્યો છે કે, આ પગલું ભારતમાં સર્જાયેલી ઊંડી માળખાકીય ઉર્જા સમસ્યાઓનો સંકેત છે. ચીનના મતે, આ કટોકટી ભારત અને ચીન વચ્ચેના આર્થિક સંબંધો સુધારવા માટે એક મોટો મોકો સાબિત થઈ શકે છે.વર્ક ફ્રોમ હોમ પાછળનું અસલી કારણ શું?હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ખાનગી કંપનીઓ અને નાગરિકોને ઈંધણ બચાવવા માટે જ્યાં શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમ, વર્ચ્યુઅલ મીટિંગ્સ અને ઓનલાઈન કોન્ફરન્સિંગ અપનાવવાની અપીલ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની વધતી કિંમતો વચ્ચે ભારત સરકારે આ ઈંધણ બચાવ અભિયાન શરૂ કર્યું છે. જો કે, ચીની મીડિયાનું કહેવું છે કે ભારતનો આ નિર્ણય માત્ર તાત્કાલિક દબાણ હેઠળ લેવાયેલો નથી, પરંતુ તે દેશની નબળી ઉર્જા પ્રણાલીને ઉજાગર કરે છે.ભારતનો ઝડપી વિકાસ અને એનર્જી ડિમાન્ડગ્લોબલ ટાઈમ્સે સ્વીકાર્યું છે કે ભારત હાલમાં ઝડપી આર્થિક વિકાસ અને શહેરીકરણના મહત્વના મોડ પર છે. ઔદ્યોગિક ક્ષેત્રનો વિસ્તાર થવાને કારણે દેશમાં ઉર્જાનો વપરાશ સતત વધી રહ્યો છે. પરંતુ, ભારતે લાંબા સમયથી ઉર્જા માટે આયાત પર નિર્ભર રહેવું પડ્યું છે. આજના ભૌગોલિક-રાજકીય તણાવ અને સપ્લાય ચેનની સમસ્યાઓ વચ્ચે આ નિર્ભરતા ભારત માટે જોખમી અને મોંઘી સાબિત થઈ રહી છે. આવા સમયમાં રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઉર્જા) હવે ભારતની જરૂરિયાત બની ગઈ છે.ચીને કેમ કહ્યું કે આ 'તક' છે?ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પરંતુ સોલાર પેનલ, વિન્ડ ટર્બાઇન અને બેટરી સ્ટોરેજ માટે ભારત હજી પણ વિદેશી સપ્લાય પર નિર્ભર છે. ચીન આ ક્ષેત્રે વૈશ્વિક માર્કેટમાં દબદબો ધરાવે છે અને તેની પ્રોડક્ટ્સ સસ્તી છે.ચીની મીડિયાની સલાહ છે કે ભારતે ચીન સાથે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સહયોગ વધારવો જોઈએ. વર્ષ 2025માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર રેકોર્ડ 155.6 અબજ ડોલર પર પહોંચી ગયો છે, જે પાછલા વર્ષ કરતાં 12% વધુ છે. ગ્લોબલ ટાઈમ્સના મતે, જો ભારત પોતાની નીતિઓમાં વધુ ખુલ્લાપણું લાવે અને અવરોધો દૂર કરે, તો રિન્યુએબલ એનર્જી ભારત-ચીન સંબંધોના વિકાસનું નવું એન્જિન બની શકે છે.આ પણ વાંચો:World War 3: શરૂ થતાં રહી ગયું ત્રીજું વિશ્વયુદ્ધ,અમેરિકા કે રશિયા નહીં, આ દેશે ઘડ્યો હતો વિનાશનો પ્લાન
    Click here to Read more
    Prev Article
    What happened to Metronade? Beloved YouTuber Roger Moore reportedly dies suddenly at just 23
    Next Article
    AFCAT 02/2026 registration begins tomorrow for over 300 Indian Air Force vacancies: Check steps to apply, key details here

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment