IPL 2026 Rajasthan Royals vs Lucknow Super Giants, RR vs LSG LIVE Score: આઈપીએલ 2026ની 64મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સે 10 ઓવરમાં 1 વિકેટે 127 રન બનાવી લીધા છે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. લખનઉ સુપર જાયન્ટ્સ ઇનિંગ્સ -જોશ ઇંગ્લિશ 29 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે 60 રને યશરાજ પુંજાની ઓવરમાં બોલ્ડ થયો. -લખનઉ સુપર જાયન્ટ્સે 8 ઓવરમાં 100 રન પુરા કર્યા. -જોશ ઇંગ્લિશે 23 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી. -ઇજાને કારણે રાજસ્થાન રોયલ્સનો નિયમિત કેપ્ટન રિયાન પરાગ રમી શક્યો નથી. -રાજસ્થાન રોયલ્સના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને ટીમો આ પ્રમાણે છે રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ (કેપ્ટન), લુહાન ડ્રે પ્રિટોરિયસ, ધ્રુવ જુરેલ, ડોનોવાન ફેરેરિયા, શુભમ દુબે, દાશુન શનાકા, જોફ્રા આર્ચર, સંદીપ શર્મા, સુશાંત મિશ્રા, બ્રિજેશ શર્મા, યશરાજ પુંજા લખનઉ સુપર જાયન્ટ્સ : જોશ ઇંગ્લિશ, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, શાહબાઝ અહમદ, મોહસિન ખાન, મયંક યાદવ, આકાશ સિંહ, પ્રિન્સ યાદવ.
Click here to Read more
