વિમેન્સ T20 વર્લ્ડકપ 2026માં 14 જૂને ભારત અને પાકિસ્તાન આમને-સામને રમ્યા. આ મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી. સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવ્યા. આ અડધી સદી સાથે સ્મૃતિ મંધાનાએ મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરના રેકોર્ડની બરાબરી કરી. વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ખેલાડીઓના લિસ્ટમાં સ્થાન મેળવ્યું. વિમેન્સ T20 વર્લ્ડકપમાં ભારતની 3 ખેલાડીઓએ સૌથી વધુ 50+ સ્કોર બનાવ્યા છે. મિતાલી રાજે 23 ઈનિંગમાં 5 અડધી સદી ફટકારી છે, જ્યારે હરમનપ્રીત કૌરે 34 ઈનિંગમાં 5 અડધી સદી ફટકારી છે. સ્મૃતિ મંધાનાએ હવે મિતાલી અને હરમનના લિસ્ટમાં 26 ઈનિંગમાં સતત 5 અડધી સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી છે. પૂનમ રાવત 3 અડધી સદી સાથે આ યાદીમાં ત્રીજા નંબરે છે. વધુમાં પાકિસ્તાન સામેની મેચમાં હરમનએ મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો. તે હવે વિમેન્સ T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. હરમનપ્રીત કૌર હવે 762 રન સાથે ટોપના સ્થાને છે, તેણે મિતાલીને પાછળ છોડી દીધી છે, જેણે T20 વર્લ્ડકપમાં 726 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના ત્રીજા નંબરે છે, જેણે અત્યાર સુધી T20 વર્લ્ડકપમાં 592 રન બનાવ્યા છે. જેમીમા રોડ્રિગ્સ 408 રન સાથે ચોથા નંબરે છે.
Click here to Read more
