IPLમાં ધમાલ મચાવનારા વૈભવ સૂર્યવંશી સામે હશે 3 મોટા પડકારો, સૌરવ ગાંગુલીએ આપી સલાહ
2 hours ago
Ganguly On Vaibhav: IPL 2026માં પોતાના બેટથી ધમાકો મચાવનાર 15 વર્ષના વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ આખી દુનિયાને પ્રભાવિત કરી છે. આ સીઝનમાં ટોપ સ્કોરર સાબિત થયા બાદ તેને ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની આગામી T20 શ્રેણી તેમજ એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. વૈભવ ટૂંક સમયમાં જ ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે, પરંતુ ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરતાની સાથે જ તેની સામે 3 મોટા પડકારો હશે. આ બાબતે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ખુલ્લીને વાત કરી છે અને ફેન્સને એક ખાસ સલાહ આપી છે.ગાંગુલીએ સ્પષ્ટ કર્યું છે કે ઇન્ડિયા ડેબ્યૂ પર વૈભવ પાસેથી તરત જ બહુ મોટી અપેક્ષાઓ ન રાખવી જોઈએ, પરંતુ તેને મેદાન પર મુક્ત થઈને રમવાની આઝાદી આપવી જોઈએ.
Click here to Read more


