IND vs AFG: માનવ સુથાર ટેસ્ટ ડેબ્યૂમાં 6 વિકેટ, અફઘાનિસ્તાન 152 રનમાં સમેટાયું
4 hours from now
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 8 વર્ષ બાદ ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુર સ્થિત મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શનિવારથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટોસ જીતી ભારતે પ્રથમ બેટીંગ કરતાં 564 રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. જેમાં શુભમન ગિલ અને કે એલ રાહુલએ સદી ફટકારી હતી. મેચના ત્રીજા દિવસે આજે ભારતીય બોલર્સ સામે અફઘાનિસ્તાન 152 રનમાં ઓલઆઉટ થયું છે. મુલ્લાંપુર ખાતે રમાતી આ ટેસ્ટ મેચમાં બીજા દિવસના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 39.5 ઓવરમાં 113 રન પર 5 વિકેટ હતો. જેમાં માનવ સુથાર અને પ્રસિધ્ધ ક્રિષ્ણાની 3-3 વિકેટ હતી. મેચના ત્રીજા દિવસે સોમવારે સવારે ભારતીય બોલર્સની ઘાતક બોલિંગ સામે અફઘાનિસ્તાનના બેટર ઝઝૂમી રહ્યા હતા. જેમાં છેવટે 58.4 ઓવરમાં ટીમ અફઘાનિસ્તાન 152 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ ગઇ. ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર માનવ સુથારની ઘાતક બોલિંગ સામે અફઘાનિસ્તાન ઘૂંટણિયે પડતું દેખાઇ રહ્યું છે. આજે ક્રિષ્માએ વધુ એક વિકેટ ઝડપી હતી. જ્યારે માનવ સુથારે વધુ ત્રણ શિકાર કર્યા હતા. શરાફુદ્દીન અશરફને વ્યક્તિગત 11 રનના સકોર પર રિષભ પંતના હાથમાં કેચ આઉટ કર્યો હતો. જ્યારે મોહમ્મદ સલીમને શૂ્ન્ય રને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો.
Click here to Read more

