Madhya Pradesh : કટનીમાં મોટો માર્ગ અકસ્માત, બેકાબૂ બનેલી બસ રસ્તા પર પલટી, 3 લોકોના થયા મોત
3 hours from now
મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં એક ભયાનક બસ અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો ઘાયલ થયા છે. કુઠલા પોલીસ સ્ટેશન વિસ્તારના વિજયરાઘવગઢ મોડ પાસે મુસાફરોથી ભરેલી બસ અચાનક બેકાબૂ થઈને પલટી ગઈ હતી.ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ મળતી માહિતી મુજબ, લમતરા ફાટક નજીક હાઈવા ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટક્કર બાદ બસ નિયંત્રણ ગુમાવીને રસ્તા પર જ પલટી ગઈ. અકસ્માત સમયે બસ કટનીથી વિજયરાઘવગઢ તરફ જઈ રહી હતી. બસ ‘ગુપ્તા બસ સર્વિસ’ની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા. ત્યારબાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બચાવ કામગીરી શરૂ કરી કરાઈમાહિતી મળતાં જ પોલીસના ત્રણ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા એક ડઝનથી વધુ લોકોને એમ્બ્યુલન્સ મારફતે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હાઈવા અને બસ વચ્ચે થયેલી ટક્કર બાદ બસ બેકાબૂ બનીને પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો : FSSAIની મોટી કાર્યવાહી, 8 ફૂડ કંપનીઓને ફટકારી નોટિસ
Click here to Read more