Middle East Tension:ફરી મહાયુદ્ધના ભણકારા, ઈરાન પર એરસ્ટ્રાઈકની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ?
4 weeks ago
મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં શાંતિ સ્થાપવાની જે થોડીઘણી આશા દેખાઈ રહી હતી, તેના પર ફરી એકવાર યુદ્ધના કાળા વાદળો મંડરાવા લાગ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર લાગુ થયા બાદ સ્થિતિ સુધરશે તેમ લાગતું હતું, પરંતુ હવે અમેરિકી મીડિયાએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. અહેવાલો અનુસાર, જો બંને દેશો વચ્ચેની પરમાણુ વાર્તા નિષ્ફળ જશે તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર મોટો સૈન્ય હુમલો કરી શકે છે. હાલમાં જે શાંતિ દેખાઈ રહી છે તે ગમે ત્યારે ભયાનક વિસ્ફોટમાં ફેરવાઈ શકે છે.ટ્રમ્પની ‘AI તસવીર’ અને કડક ચેતવણીઆ મહાયુદ્ધની આશંકાઓને ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટે હવા આપી છે. ટ્રમ્પે તાજેતરમાં એક એઆઈ (AI) દ્વારા નિર્મિત તસવીર શેર કરી હતી, જેમાં તેઓ 'મેક અમેરિકા ગ્રેટ અગેન' ની લાલ ટોપી પહેરીને એક યુદ્ધપોત પર અમેરિકી નૌસેનાના અધિકારી સાથે ઉભેલા દેખાય છે અને પાછળ સમુદ્રમાં ઈરાની જહાજો નજરે પડે છે. આ તસવીર સાથે ટ્રમ્પે કેપ્શન લખ્યું - 'વાવાઝોડા પહેલાની શાંતિ'. આ પોસ્ટ બાદ એવી ચર્ચા તેજ થઈ છે કે વ્હાઇટ હાઉસ કોઈ મોટા સૈન્ય એક્શનના મૂડમાં છે.ઈરાનની આ 5 શરતો પર અટકી વાતઅમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરારને લઈને વાતચીત ચાલી રહી છે, પરંતુ ઈરાને મુકેલી 5 કડક શરતો સ્વીકારવામાં અમેરિકા પાછું પાની કરી રહ્યું છે:લેબનાન સહિત તમામ મોરચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ પર કાયમી રોક લગાવવામાં આવે.ઈરાન પર લાદવામાં આવેલા તમામ આર્થિક અને વ્યાપારી પ્રતિબંધો સંપૂર્ણપણે હટાવી લેવામાં આવે.વિદેશી બેંકોમાં જપ્ત કરાયેલી ઈરાનની તમામ સંપત્તિ અને ફંડ તાત્કાલિક મુક્ત કરવામાં આવે.યુદ્ધ દરમિયાન ઈરાનને થયેલા આર્થિક અને સૈન્ય નુકસાનનું પૂરું વળતર અમેરિકા ચૂકવે.વૈશ્વિક તેલ સપ્લાયના મુખ્ય માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર ઈરાનની સાર્વભૌમત્વને અમેરિકા માન્યતા આપે.ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો: બે સૈન્ય વિકલ્પો પર ચર્ચા'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ' ના અહેવાલ મુજબ, અમેરિકી સેના અને વ્હાઇટ હાઉસના અધિકારીઓ ઈરાન મુદ્દે બે મોટા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. પ્રથમ વિકલ્પ હેઠળ ઈરાનના મુખ્ય સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવાનો છે, જ્યારે બીજો વિકલ્પ અત્યંત જોખમી છે જેમાં ઈરાનના યુરેનિયમ સ્ટોરેજ સેન્ટર્સ (પરમાણુ મથકો) ને સીધું નિશાન બનાવવાની યોજના છે. બીજી તરફ, ઈરાને સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ચેતવણી આપી છે કે જો અમેરિકા હુમલો કરશે, તો તેનો સાથ આપનારા દેશોએ પણ ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ દરમિયાન ઈઝરાયેલના ડિફેન્સ ટેસ્ટિંગ ગ્રાઉન્ડમાં થયેલા એક રહસ્યમય વિસ્ફોટે પણ આ ક્ષેત્રમાં શંકાઓ અને તણાવ વધારી દીધા છે.આ પણ વાંચો:China History:ચીનની સરકારે પોતાના જ દેશના હજારો નિર્દોષ વિદ્યાર્થીઓને ગોળીઓથી ભૂંજી નાખ્યા
Click here to Read more