Nuclear Deal: ઈરાનના કરોડો ડોલર કયા દેશોમાં ફસાયા? પરમાણુ ડીલ બાદ તેહરાનને મળશે અબજોની જપ્ત સંપત્તિ
1 week ago
અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરારને લઈને ચાલી રહેલી કૂટનીતિક હલચલ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. આ આંતરરાષ્ટ્રીય સમજૂતી હેઠળ ઈરાનને સૌથી મોટી રાહત તેના જપ્ત કરાયેલા નાણાં પાછા મળવાથી થવાની છે. આર્થિક પ્રતિબંધોને કારણે વિશ્વના વિવિધ દેશો અને આંતરરાષ્ટ્રીય બેંકોમાં ઈરાનના આશરે ૧૨૦ અબજ ડોલર (૧૨૦ બિલિયન ડોલર) ફ્રીઝ એટલે કે જપ્ત કરવામાં આવ્યા છે. ઈરાન અત્યારે પ્રથમ તબક્કામાં તેમાંથી ૨૪ અબજ ડોલરની રકમ બહાર કાઢવા માટે સખત પ્રયાસો કરી રહ્યું છે. આ સંદર્ભે કતારની રાજધાની દોહામાં હાઈ-લેવલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે, કારણ કે આ કરારમાં કતાર મધ્યસ્થી તરીકે મોટી ભૂમિકા ભજવી રહ્યું છે.મિડલ ઈસ્ટ આઈ (Middle East Eye) ના અહેવાલ મુજબ, અમેરિકાના દબાણને કારણે ચીન, યુએસએ, બ્રિટન, કતાર, તુર્કી અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ ઈરાનના નાણાં રોકી રાખ્યા છે.કયા દેશમાં ઈરાનની કેટલી સંપત્તિ જપ્ત છે?દક્ષિણ કોરિયા પાસે ઈરાનના ૬ અબજ ડોલર ફસાયેલા છે, જે ઈરાને સિઓલને વેચેલા ક્રૂડ ઓઈલના પેમેન્ટ પેટે લેવાના નીકળે છે. તેવી જ રીતે, ૨૦૨૩માં બાઈડેન વહીવટીતંત્રે ૫ કેદીઓની મુક્તિના બદલામાં કતાર મારફતે ઈરાનને ૬ અબજ ડોલર આપવાની ખાતરી આપી હતી, જે રકમ હાલ કતાર પાસે સુરક્ષિત છે. આ ઉપરાંત, બ્રિટનમાં ઈરાનની ઘણી સંપત્તિ જપ્ત છે, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈનો એક આલીશાન બંગલો પણ સામેલ છે. ઈરાનનો મોટાભાગનો નફો અમેરિકાના આદેશ પર વૈશ્વિક બેંકો દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યો છે. આ અગાઉ ૨૦૧૫માં ઓબામા પ્રશાસને ડીલ બાદ ૫૦ અબજ ડોલર અનફ્રીઝ કર્યા હતા, પરંતુ બાદમાં ટ્રમ્પ સરકારે આ કરાર રદ કરી દીધો હતો.અમેરિકા-ઈરાન વચગાળાના કરારમાં શું છે?સીએનએન (CNN) ના અહેવાલ અનુસાર, બંને દેશો વચ્ચે થઈ રહેલી આ વચગાળાની સમજૂતી હેઠળ ઈરાન આંતરરાષ્ટ્રીય ઓઈલ સપ્લાય માટે 'સ્ટ્રેટ ઓફ હોર્મોઝ' (હોર્મોઝની સમુદ્રધુની) ને સંપૂર્ણપણે ખુલ્લું રાખશે. આ સાથે જ ઈરાન પડોશી દેશો પર કોઈ હુમલો નહીં કરે અને પોતાના સંવર્ધિત યુરેનિયમને નષ્ટ કરવાના વિકલ્પો પર અમેરિકા સાથે આગળની ચર્ચા કરશે.બદલામાં, અમેરિકા અને તેના સાથી દેશો ઈરાન તેમજ લેબનાન પર સૈન્ય હુમલા નહીં કરવાની ખાતરી આપશે અને આર્થિક પ્રતિબંધોમાં મોટી છૂટછાટ આપશે. જો કે, આ મામલે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કડક વલણ અપનાવતા લખ્યું છે કે, "જ્યાં સુધી ઈરાન ન્યુક્લિયર ડસ્ટ (પરમાણુ પ્રવૃત્તિઓ) ને સંપૂર્ણપણે ખતમ નહીં કરે, ત્યાં સુધી તેને એક પણ ડોલર મળશે નહીં." હાલમાં ઈરાન રાહત અને બચાવ કામગીરીના બહાને આ નાણાં મેળવવાના દાવપેચ રમી રહ્યું છે.આ પણ વાંચો:Hormuz Strait:હોર્મોઝની જંગમાં ખતરનાક હથિયારોનો ઉપયોગ,અમેરિકાના ઘાતક 'અપાચે' સામે ઈરાને બિછાવ્યા બારુદી સુરંગો
Click here to Read more