કોલોસિયમ પોતાના સમયની એન્જિનિયરિંગની અદભુત મિસાલ હતું. તેની લંબાઈ લગભગ 189 મીટર, પહોળાઈ 156 મીટર અને ઊંચાઈ 12 માળની ઇમારત જેટલી એટલે કે 48-50 મીટર હતી. તેમાં 80થી વધુ પ્રવેશદ્વાર હતા. દુનિયામાં કેટલીક ઇમારતો માત્ર પથ્થર અને ઈંટોથી નહીં, પણ ઈતિહાસ, સત્તા, સંસ્કૃતિ અને માનવ સભ્યતાની વાર્તાઓથી બને છે. રોમનું કોલોસિયમ પણ આવી જ એક જગ્યા છે, જે રોમન સામ્રાજ્યની તાકાત, વૈભવ, ક્રૂરતા અને એન્જિનિયરિંગ ક્ષમતાનું જીવંત પ્રતીક છે. ઇટાલી પ્રવાસ દરમિયાન બુધવારે પીએમ નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ સ્થળની મુલાકાત લીધી હતી. આજે આ દુનિયાના સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે, જ્યાં દર વર્ષે લાખો લોકો આવે છે. કોલોસિયમ શું છે? કોલોસિયમ રોમ શહેરની અધવચ્ચે આવેલું એક વિશાળ અંડાકાર એમ્ફીથિયેટર (ખુલ્લું સ્ટેડિયમ) છે. પ્રાચીન રોમમાં તે મોટા જાહેર કાર્યક્રમો અને રમતો માટે પથ્થર અને કોંક્રિટથી બનાવવામાં આવ્યું હતું. એવું અનુમાન છે કે તેમાં એકસાથે 50,000 થી 80,000 લોકો બેસી શકતા હતા. આ માત્ર મનોરંજનનું કેન્દ્ર નહોતું, પરંતુ ત્યાં ગ્લેડિયેટરોની લડાઈ, જંગલી જાનવરોનો શિકાર અને મોટા ઐતિહાસિક નાટકો યોજાતા હતા. ઇતિહાસ અને નામકરણ આનું નિર્માણ ઈસવીસન 72માં સમ્રાટ વેસ્પાસિયનના શાસનમાં શરૂ થયું હતું. તેમના પછી તેમના પુત્ર ટાઇટસ અને ડોમિટિયન દ્વારા આ કામ પૂર્ણ કરવામાં આવ્યું. આ શાસકો ફ્લેવિયન રાજવંશના હોવાથી તેને મૂળ રૂપે "ફ્લેવિયન એમ્ફીથિયેટર" કહેવામાં આવતું હતું અને તેનું કામ ઈસવીસન 80માં પૂર્ણ થયું હતું. સમ્રાટ નીરોની એક વિશાળ મૂર્તિ "કોલોસસ" નજીકમાં હોવાને કારણે, આ ઇમારતનું નામ ધીમે-ધીમે "કોલોસિયમ" પડી ગયું. ભવ્ય ટેકનિક અને હાઇપોજિયમ કોલોસિયમના નિર્માણમાં ટ્રેવર્ટાઇન પથ્થરો અને કોંક્રિટનો ઉપયોગ થયો હતો અને ભારે પથ્થરોને લોખંડના ક્લેમ્પથી જોડવામાં આવ્યા હતા. દર્શકોને તડકાથી બચાવવા માટે એક વિશેષ છત્ર (Velarium) લગાવવામાં આવતું હતું. આ ઇમારતનો સૌથી રહસ્યમય ભાગ તેની નીચે આવેલું "હાઇપોજિયમ" હતું, જે ભૂગર્ભ નેટવર્ક હતું. તેમાં પ્રાણીઓના પાંજરા, યોદ્ધાઓના રૂમ અને ટનલ હતી, જેથી પ્રાણીઓ અને યોદ્ધાઓ અચાનક અખાડામાં ઉપર આવી શકે. રોમન રમતો અને ક્રૂરતા અહીં થતી રમતો ખૂબ જ ક્રૂર હતી, જેમાં ગ્લેડિયેટરોની જીવલેણ લડાઈ, જંગલી જાનવરોનો શિકાર અને અખાડામાં પાણી ભરીને નકલી દરિયાઈ યુદ્ધો બતાવવામાં આવતા હતા. સિંહ, વાઘ અને હાથી જેવા પ્રાણીઓને એશિયા, આફ્રિકા અને યુરોપથી લાવવામાં આવતા હતા. આમાં લાખો પ્રાણીઓ અને હજારો લોકોના મોત થયા હતા. ગ્લેડિયેટરો એવા યોદ્ધાઓ હતા જે ગુલામ, ગુનેગાર કે યુદ્ધ કેદી હતા અને તેમને આ લડાઈ માટે ટ્રેનિંગ આપવામાં આવતી હતી. પતન, બદલાવ અને વૈશ્વિક પ્રતીક સમય જતાં ધરતીકંપ, આગ અને કુદરતી આફતોને કારણે આ ઇમારતને નુકસાન થયું અને તે ખંડેર બની ગઈ. મધ્ય યુગમાં તેનો ઉપયોગ કિલ્લા અને ઘર તરીકે થવા લાગ્યો. બાદમાં તેને ખ્રિસ્તી પરંપરાઓ સાથે જોડવામાં આવ્યું અને આજે પણ ગુડ ફ્રાઈડે પર પોપના નેતૃત્વમાં અહીં જુલૂસ કાઢવામાં આવે છે, જે શાંતિનું પ્રતીક છે. ડિનર બાદ PM મોદીએ લીધી ઐતિહાસિક કોલોસિયમની મુલાકાતPM નરેન્દ્ર મોદીએ રોમ પહોંચીને ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે ડિનર પર મુલાકાત કરી હતી, જેમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારવા પર સાર્થક ચર્ચા થઈ હતી. ડિનર પછી PM મોદીએ આ ઐતિહાસિક કોલોસિયમની મુલાકાત લીધી હતી. જે જગ્યાએ ક્યારેક હિંસા થતી હતી, તે આજે શાંતિ, માનવતા અને પર્યટનનું વૈશ્વિક પ્રતીક બની ગઈ છે. આ પણ વાંચો- Afghanistanમાં હવે બાળકીઓનું મૌન ગણાશે લગ્નની હા! તાલિબાનના નવા નિકાહ કાયદાથી દુનિયાભરમાં આક્રોશ!
Click here to Read more