Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    PM Modi In Italy: મેલોની માટે Melody! PM Modiએ આપી ગિફ્ટ, જુઓ Video

    2 weeks ago

    1

    0

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ઇટાલીના બે દિવસના પ્રવાસે છે. મંગળવારે, તેઓ તેમના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કા - રોમ પહોંચ્યા, જ્યાં ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી સાથેનો એક ફોટો શેર કરતા મેલોનીએ લખ્યું, "મારા મિત્રનું સ્વાગત છે."પીએમ મોદીએ આપી મેલોડી ત્યારે હવે  એક વીડિયો ઇટલીના પીએમએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં પીએમ મોદી મેલોની માટે ભેટ લાવ્યા હોવાનુ તે જણાવે છે. તેઓ કહે છે કે પીએમ મોદી મારા માટે ઇન્ડિયાથી ગિફ્ટ લાવ્યા છે. પછી કહે છે જુઓ શું લાવ્યા. ત્યારે પીએમ મોદી મેલોડી ચોકલેટનું પેકેટ બતાવે છે. આમ કહીને બંને પણ ખડખડાટ હસી પડે છે. મેલોનીએ આ ભેટ બદલ સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો છે.  રોમમાં પીએમ મોદી અને મેલોનીની મુલાકાત રોમ પહોંચ્યા પછી, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે રાત્રિભોજન પર મુલાકાત કરી. રાત્રિભોજન પછી, પ્રધાનમંત્રી મોદીએ રોમના ઐતિહાસિક કોલોસિયમની પણ મુલાકાત લીધી, જે વિશ્વ ધરોહર સ્થળ તરીકે આદરણીય છે અને પ્રાચીન રોમન સભ્યતાનું પ્રતીક છે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વિગતવાર ચર્ચા કરી. સોશિયલ મીડિયા પર વિગતો શેર કરતા, પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આ બેઠક ખૂબ જ ફળદાયી રહી, જેમાં બંને રાષ્ટ્રો વચ્ચે સહયોગ વધારવા અને પરસ્પર ભાગીદારીને મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી. તેમણે ઉમેર્યું કે વાતચીત દરમિયાન, વિવિધ વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન થયું.  આ પણ વાંચો- PM Modi ઇટલીના પ્રવાસે.. જુઓ મોદી-મેલોનીની કેમિસ્ટ્રી
    Click here to Read more
    Prev Article
    Rome Colosseum : પથ્થરોમાં કેદ એવો ઇતિહાસ, જે આજે પણ દુનિયાને ચોંકાવે છે!
    Next Article
    स्नेक प्लांट लगाने के फायदे, घर के अंदर या बाहर कहां लगाएं?

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment