Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Sanju Samsonએ એમએસ ધોનીનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને રચ્યો ઈતિહાસ

    3 weeks ago

    1

    0

    18 મેની રાત્રે ચેપોક ખાતે નવો ઈતિહાસ રચાયો. વર્ષોથી મહેન્દ્ર સિંહ ધોનીના નામે રહેલો રેકોર્ડ હવે સંજુ સેમસન દ્વારા તોડવામાં આવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં સંજુ સેમસનએ 13 બોલમાં 27 રન ફટકાર્યા. તેને આ ટૂંકી ઈનિંગમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. આ ઈનિંગ દરમિયાન તેને એમએસ ધોનીનો સૌથી પ્રતિષ્ઠિત રેકોર્ડ તોડી નાખ્યો. સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વિકેટકીપર તરીકે એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે, તેને એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. 2013ની સિઝનમાં એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વિકેટકીપર-બેટ્સમેન તરીકે 16 ઈનિંગમાં 461 રન બનાવ્યા હતા. સંજુ સેમસનને આ રેકોર્ડ તોડવા માટે ફક્ત 12 રનની જરૂર હતી, અને તેને ખૂબ જ આક્રમક અભિગમ સાથે આ સિદ્ધિ હાંસલ કરી. સેમસને નીતિશ કુમાર રેડ્ડીની પહેલી ઓવરમાં 15 રન ફટકારીને ધોનીના રેકોર્ડને પાછળ છોડી દીધો. સંજુ સેમસન ટોપ પર પહોંચ્યો સીએસકેમાં ધોનીનું પ્રભુત્વ એટલું ઊંડું રહ્યું છે કે એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા વિકેટકીપર-બેટ્સમેનોની આ વિશિષ્ટ લિસ્ટમાં તેના અને સેમસન સિવાય બીજું કોઈ ટોપના 10માં સ્થાન ધરાવતું નથી. હકીકતમાં સીએસકે માટે એક જ સિઝનમાં ફક્ત 3 વિકેટકીપરો જ 100 થી વધુ રન બનાવી શક્યા છે. આમાં ધોની, પાર્થિવ પટેલ અને હવે સંજુ સેમસનનો સમાવેશ થાય છે. સીએસકેમાં ધોનીનું પ્રભુત્વ એટલું ઊંડું રહ્યું છે કે વિકેટકીપર-બેટ્સમેનોની આ વિશિષ્ટ યાદીમાં તેના અને સેમસન સિવાય બીજું કોઈ ટોચના 10 માં સ્થાન ધરાવતું નથી. હકીકતમાં, સીએસકે માટે એક જ સિઝનમાં ફક્ત ત્રણ વિકેટકીપરો જ 100 થી વધુ રન બનાવી શક્યા છે. આમાં ધોની, પાર્થિવ પટેલ અને હવે સંજુ સેમસનનો સમાવેશ થાય છે. એક જ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર CSK વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન - 477 (2026) એમએસ ધોની - 461 (2013) સંજુ સેમસન પેટ કમિન્સનો બન્યો શિકાર સંજુ સેમસન શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. તેને પ્રફુલ હિંગેના ઓવરમાં સતત 3 ચોગ્ગા ફટકાર્યા અને ખતરનાક રીતે બેટિંગ કરી રહ્યો હતો, તેને માત્ર 11 બોલમાં 27 રન બનાવ્યા. પરંતુ SRH કેપ્ટન પેટ કમિન્સ પછી બોલિંગ કરવા આવ્યા અને વ્યૂહાત્મક રીતે સંજુ સેમસનને આઉટ કર્યો. પહેલા તેને યોર્કરથી દબાણ કર્યું અને પછી ઓફ-સ્ટમ્પની બહાર બોલિંગ કરીને ભૂલ કરવા માટે મજબૂર કર્યો, જેનો વિકેટકીપરે એક સરળ કેચ લીધો. સંજુ સેમસન આ સિઝનમાં 500 રન બનાવવા માટે ખૂબ નજીક છે. તે આગામી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી શકે છે. તેને આ સિઝનમાં 13 મેચમાં 477 રન બનાવ્યા છે. આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?
    Click here to Read more
    Prev Article
    Norwayના બિઝનેસ લીડર્સને PM મોદીએ કહ્યું '12 વર્ષમાં ભારતનું ઈકોનોમિક DNA સંપૂર્ણ રીતે બદલાઈ ગયું'
    Next Article
    Bullet train image at Rail Bhawan only representational, clarifies Railway Board

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment