Norwayના બિઝનેસ લીડર્સને PM મોદીએ કહ્યું '12 વર્ષમાં ભારતનું ઈકોનોમિક DNA સંપૂર્ણ રીતે બદલાઈ ગયું'
3 weeks ago
વડાપ્રધાન મોદીએ સોમવારે નોર્વેના અગ્રણી બિઝનેસ અને રિસર્ચ લીડર્સ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ દરમિયાન તેમણે ભારતમાં રોકાણ અને વ્યવસાય માટે ઉપલબ્ધ વિશાળ તકો અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આજના સમયમાં ફૂડ, ફ્યૂલ અને ફર્ટિલાઈઝન સિક્યુરિટી સમગ્ર વિશ્વ માટે મોટો પડકાર બની ગયો છે, પરંતુ ભારત અને નોર્વે મળીને આ સમસ્યાઓના ઉકેલ તરફ આગળ વધી રહ્યા છે.પીએમ મોદીએ જણાવ્યું કે ઓક્ટોબર 2025માં ભારતે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે ટ્રેડ એન્ડ ઈકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (TEPA) અમલમાં મૂક્યો હતો. તેમણે આ કરારને ટેલેન્ટ, ટેક્નોલોજી અને મ્યુચ્યુઅલ ટ્રસ્ટ પર આધારિત વિશેષ ભાગીદારી ગણાવી હતી. ભારતનું બદલાતું ઈકોનોમિક DNA વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં ભારતે પોતાના આર્થિક માળખામાં મોટો પરિવર્તન લાવ્યો છે. સરકાર સતત કોમ્પલાઈન્સની જટિલતાઓ ઘટાડવા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવા માટે પગલાં લઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારે ટેક્સેશન, લેબર કોડ અને ગવર્નન્સ ક્ષેત્રે નેક્સ્ટ જનરેશન રિફોર્મ અમલમાં મૂક્યા છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રોત્સાહક યોજનાઓ પણ અમલમાં છે. ખાસ કરીને શીપબિલ્ડીંગ સેક્ટર ભારત માટે મોટી તક તરીકે ઉભરી રહ્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે હાલમાં નોર્વેના લગભગ 10 ટકા જહાજો ભારતમાં બનાવવામાં આવે છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું આગામી પાંચ વર્ષમાં આ આંકડો 25 ટકા સુધી લઈ જઈ શકાય? તેમના મત અનુસાર હાલની ગતિ જોતા આ લક્ષ્ય હાંસલ કરવું શક્ય છે. રિસર્ચ અને સ્ટાર્ટઅપ સહયોગ પર ભાર વડાપ્રધાને કહ્યું કે ભારત અને નોર્વે વચ્ચે હવે Lab to Lab, University to University અને Scientist to Scientist Partnership પર પણ કામ થઈ રહ્યું છે. આ સહયોગથી બંને દેશોના રિસર્ચ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂતી મળશે. અંતમાં પીએમ મોદીએ નોર્વેના ઉદ્યોગપતિઓને સંદેશ આપ્યો કે તેઓ પોતાના વિઝન અને એમ્બિશનને વધુ મોટું બનાવે અને ભારતમાં રોકાણ તેમજ વ્યવસાય શરૂ કરવાની તકોનો લાભ લે. આ પણ વાંચો : Bullet Train : અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક આવ્યો સામે, રેલ્વે મંત્રાલયે તસવીર શેર કરી
Click here to Read more