Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Thyroidના દર્દીઓના ભૂખમાં કેમ થાય છે વધારો-ઘટાડો, જાણો શુ કહે છે તબીબો?

    1 month ago

    1

    0

    થાઇરોઇડ હોર્મોનનું ઉત્પાદન ઓછું હોય છે. જે ચયાપચયને ધીમું કરે છે. બીજું હાઇપરથાઇરોડિઝમ છે. જે શરીર વધુ થાઇરોઇડ હોર્મોન ઉત્પન્ન કરે છે. ભૂખ કેવી રીતે વધે છે કે ઘટે ? આરોગ્ય નિષ્ણાંત કહે છે કે, હાઇપોથાઇરોડિઝમ ધરાવતા થાઇરોઇડ દર્દીઓમાં ચયાપચય ધીમો પડે છે. આના કારણે શરીર કેલરી વધુ ધીમેથી બર્ન કરે છે, જેના કારણે ભૂખ ઓછી થાય છે. જ્યારે, હાઇપરથાઇરોઇડિઝમ ધરાવતા લોકોમાં ચયાપચય ઝડપી હોય છે. આના કારણે શરીર કેલરી ઝડપથી બર્ન કરે છે, અને દર્દી વારંવાર ભૂખ અનુભવી શકે છે. ભૂખના પ્રમાણમાં વધારો ઘટાડો કેમ ? હાઈપરથાઈરોઈડિઝમ વારંવાર ભૂખનું કારણ બની શકે છે, પરંતુ વધુ ખાવા છતાં આ વ્યક્તિઓ વજન ઘટાડતા હોય છે. પરસેવો, ચિંતા અને ઝડપી ધબકારા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. વજન ઘટે છે કારણ કે આ સ્થિતિમાં શરીર વધુ ઊર્જા વાપરે છે, અને ઝડપી ચયાપચયને કારણે, વધુ ખાધા પછી પણ વજન ઘટે છે. આહાર પર ધ્યાન આપો થાઈરોઈડની સારવાર કરતી વખતે આહાર પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. દર્દીઓએ વધુ પ્રોટીન અને લીલા શાકભાજી ખાવા જોઈએ, જ્યારે હાઈપરથાઈરોઈડિઝમ ધરાવતા લોકોએ ચા અને કોફી ઓછી પીવી જોઈએ. ભૂખમાં ઘટાડો અથવા વધારો થાઈરોઈડની સમસ્યાનું સામાન્ય સંકેત હોઈ શકે છે, પરંતુ જો તે ચાલુ રહે, તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. આ પણ વાંચોઃ અમેરિકા સાથેની શાંતિ મંત્રણામાં આવી રહ્યા છે રોજ નવા વળાંક, જાણો ઇરાને હવે શુ કહ્યુ?Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
    Click here to Read more
    Prev Article
    Morning or Summer Walk: શું ઉનાળામાં ખાલી પેટ મોર્નિંગ વોક ટાળવુ જોઈએ, જાણો શુ કહે છે નિષ્ણાતો?
    Next Article
    Morning walk vs Evening walk: શરીરને તંદુરસ્ત રાખવા માટે સવારે કે સાંજે ક્યારે કરવું વોક?, જાણો

    Related આરોગ્ય Updates:

    Comments (0)

      Leave a Comment