Vikram 1 Rocket : દેશના પ્રથમ પ્રાઈવેટ રોકેટનું સ્ટેજ-2 ઈન્ટીગ્રેશનનું કામ પૂર્ણ, ઉડાન માટે છે તૈયાર, જાણો તેની ખાસિયતો
2 hours from now
ભારત માટે અંતરિક્ષ ક્ષેત્રમાં એક વધુ મોટી સિદ્ધિ નજીક આવી રહી છે. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવેલ પ્રાઈવેટ રોકેટ 'વિક્રમ-1' હવે અંતરિક્ષમાં ઉડાન ભરવા માટે તૈયાર થઈ રહ્યું છે. કંપનીએ રોકેટની નવી તસવીર પણ જાહેર કરી છે, જે દર્શાવે છે કે લોન્ચિંગની તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે.શ્રીહરિકોટામાં પૂર્ણ થયું સ્ટેજ-2નું ઈન્ટિગ્રેશન આંધ્ર પ્રદેશના સતિશ ધવન સ્પેસ સેન્ટર ખાતે વિકસાવવામાં આવી રહેલા વિક્રમ-1 રોકેટના બીજા તબક્કા (સ્ટેજ-2)નું ઈન્ટિગ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ તબક્કાને 'કલામ-250' નામ આપવામાં આવ્યું છે. હવે બાકીના તબક્કાઓનું કામ પૂર્ણ થયા બાદ રોકેટને લોન્ચિંગ માટે આગળ વધારવામાં આવશે. વિક્રમ-1 રોકેટની શું છે ખાસિયતો? વિક્રમ-1 સંપૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવેલ આધુનિક અને હળવા વજનનું રોકેટ છે. તેની રચનામાં કાર્બન કોમ્પોઝિટ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને સ્ટીલ કરતાં વધુ મજબૂત અને હળવું બનાવે છે. રોકેટમાં સોલિડ ફ્યૂલ ઈંધણ તરીકે વપરાય છે. બળતણ સળગતી વખતે ઉત્પન્ન થતી અત્યંત ગરમીથી સુરક્ષા માટે તેમાં ખાસ રબર આધારિત થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત, રોકેટમાં અદ્યતન માર્ગદર્શન અને નેવિગેશન ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તેને પવનના દબાણ અને ગુરુત્વાકર્ષણ જેવી પરિસ્થિતિઓ વચ્ચે પણ યોગ્ય દિશામાં આગળ વધવામાં મદદ કરે છે. રોકેટમાં કમ્પ્યુટર નિયંત્રિત રોબોટિક સિસ્ટમ્સ લગાવવામાં આવી છે, જે ઉડાન દરમિયાન નોઝલની દિશા સતત નિયંત્રિત રાખે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઉડાન દરમિયાન જે ભાગોની જરૂરિયાત રહેતી નથી, તે આપમેળે અલગ થઈ જાય છે, જેના કારણે રોકેટની કાર્યક્ષમતા વધે છે. ભારત માટે બનશે મોટી સિદ્ધિ લગભગ 24 મીટર ઊંચાઈ ધરાવતું વિક્રમ-1 રોકેટ પૃથ્વીની નીચલી કક્ષામાં 350 કિલોગ્રામ સુધીના નાના ઉપગ્રહો (સેટેલાઇટ્સ) પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. વિક્રમ-1નું સફળ લોન્ચિંગ ભારત માટે ઐતિહાસિક સિદ્ધિ સાબિત થશે. આ સાથે ભારત એવા પસંદગીના દેશોમાં સ્થાન મેળવશે, જ્યાં ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસાવવામાં આવેલ અને સંચાલિત સ્પેસ લોન્ચ વાહન અંતરિક્ષમાં સફળતાપૂર્વક કાર્યરત હશે. ભારતનું ખાનગી અંતરિક્ષ ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે અને વિક્રમ-1નું લોન્ચિંગ દેશની સ્પેસ ટેક્નોલોજી અને આત્મનિર્ભરતાને નવી ઊંચાઈએ પહોંચાડશે. આ પણ વાંચો : New Army Chief : લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂને કમાન સંભાળશે
Click here to Read more