RBIએ આ બેન્ક પર લગાવ્યો 6 મહિનાનો પ્રતિબંધ, શું તમારૂ પણ બેન્કમાં છે એકાઉન્ટ?
4 hours from now
RBIએ વધુ એક બેન્ક પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને RBIએ મોઘાવીરા કો-ઓપરેટિવ બેન્ક પર આગામી 6 મહિના માટે વિવિધ નિયંત્રણો લાગુ કર્યા છે. આ નિર્ણયથી બેન્કના ગ્રાહકો અને કામગીરી બંને પર સીધી અસર પડશે.માત્ર રૂપિયા 1 લાખ સુધીની જ રકમ ઉપાડી શકાશે RBIના આદેશ મુજબ હવે બેન્કના બચત ખાતા, ચાલુ ખાતા અથવા અન્ય કોઈપણ ખાતામાંથી ગ્રાહકો વધુમાં વધુ ₹1 લાખ સુધીની જ રકમ ઉપાડી શકશે. તેનાથી વધુ ઉપાડ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે ગ્રાહકો લોનની EMI અને અન્ય બાકી ચુકવણીઓ જમા કરાવી શકશે. બેન્કની હાલની લિક્વિડિટી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ મર્યાદા નક્કી કરવામાં આવી છે. બેંક આ કામગીરી કરી શકશે નહીં? કોઈ નવી લોન આપી શકશે નહીં. હાલની લોનનું રિન્યુઅલ અથવા એડવાન્સ ચુકવણી કરી શકશે નહીં. કોઈપણ પ્રકારનું નવું રોકાણ કરી શકશે નહીં. નવી ડિપોઝિટ સ્વીકારી શકશે નહીં. કોઈપણ પ્રકારનું ઉધાર લઈ શકશે નહીં. નવી નાણાકીય જવાબદારીઓ સ્વીકારી શકશે નહીં. RBIએ કેમ લીધો નિર્ણય? આ પ્રતિબંધો શુક્રવારના વ્યવસાય સમાપ્ત થયા બાદથી અમલમાં આવ્યા છે અને આગામી છ મહિના સુધી લાગુ રહેશે. જરૂર મુજબ RBI તેની સમીક્ષા પણ કરી શકે છે. RBIએ જણાવ્યું કે બેન્ક પર વધતા નાણાકીય દબાણ અને જમાકર્તાઓના હિતોની સુરક્ષા માટે પૂરતા પ્રયાસો ન થતાં આ પગલું ભરવું જરૂરી બન્યું હતું. કેન્દ્રીય બેન્ક સતત બેન્કના બોર્ડ અને વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે સંપર્કમાં રહી તેની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે. શું બેન્કનું લાઇસન્સ રદ થઈ શકે? RBIએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધોને બેન્કનું લાઈસન્સ રદ કરવાના નિર્ણય તરીકે જોવું નહીં. બેન્ક પોતાની નાણાકીય સ્થિતિ સુધારવાના પ્રયાસો સાથે મર્યાદિત શરતો હેઠળ બેંકિંગ કામગીરી ચાલુ રાખી શકશે. RBIના જણાવ્યા અનુસાર પાત્ર જમાકર્તાઓ DICGC હેઠળ તેમની જમા રકમ પર ₹5 લાખ સુધીના ડિપોઝિટ ઈન્શ્યોરન્સ ક્લેમ મેળવવા માટે હકદાર રહેશે. જમાકર્તાઓ વધુ માહિતી માટે સીધા બેન્કના અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. RBIએ જણાવ્યું છે કે તે બેન્કની સ્થિતિ પર સતત નજર રાખશે અને જમાકર્તાઓના હિતમાં જરૂરી પગલાં લેતું રહેશે. આ પણ વાંચો : SpaceX નો IPO 4400 કર્મચારીઓને બનાવશે કરોડપતિ, આ રીતે તૂટશે રેકોર્ડ
Click here to Read more