હીરો સુપર સ્પ્લેન્ડર XTec 2.0 બાઇક લોન્ચ, 72KM માઇલેજ સાથે USB C પોર્ટ અને બ્લૂટૂથ
2 weeks ago
2026 Hero Super Splendor XTEC 2.0 Launch : હીરો મોટોકોર્પ કંપનીએ પોતાની નવી બાઇક હીરો સુપર સ્પ્લેન્ડર એક્સટેક 2.0 લોન્ચ કરી છે. નવી Hero Super Splendor XTEC 2.0 બાઇક વધુ સ્ટાઇલિશ અને વધારે ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે. તમને જણાવી દઇયે કે, આ મોટરસાઇકલ Hero MotoCorpના 125cc પ્લેટફોર્મ પર આધારિત મોડલ છે. કંપનીના 125cc લાઇનઅપમાં હીરો ગ્લેમર, ગ્લેમર એક્સ અને એક્સટ્રીમ 125R જેવી બાઇક શામેલ છે. Hero Super Splendor XTEC 2.0 શું નવું છે? હીરો સુપર સ્પ્લેન્ડર એક્સટેક 2.0 બાઇમાં સૌથી મોટું અપડેટ્સ તેના સ્ટાઇલિંગ લૂકમાં મળે છે, જેમા ડ્યુઅલ ટોન ગ્રાફિક્સ, XTEC 2.0 બેજિંગ, એક 3D એમ્બલમ, એક સ્ટિચ્ડ ડ્યુઅલ ટેક્સચર્ડ સીટ અને રિમ ટેપ શામેલ છે. નવી હીરો બાઇક 5 કલરમાં રજૂ કરવામાં આવી છે. જેમા ગ્લોસ બ્લેક, બેન્ડી બ્લેજિંગ રેડ, મેટ એક્સિસ ગ્રે, મેટ નેકસસ બ્લૂ અને મેટ ચેસ્ટનટ બ્રાઉન કલરમાં ઉપલબ્ધ છે. Hero Super Splendor XTEC 2.0 ફીચર્સ હીરો સુપર સ્પ્લેન્ડર એક્સટેક 2.0 બાઇકના ફીચર્સની વાત કરીયે તો તેમા બ્લૂટૂથ કનેક્ટિવિટી અને યુએસબી ટાઇપ સી ચાર્જિંગ પોર્ટ મળે છે. તો ડિજિટલ ઇન્સ્ટુમેન્ટ ક્લસ્ટર આવે છે. જો કે સુપર સ્પ્લેન્ડર રેન્જમાં હેઝર્ડ લાઇટ્સ મળવી સૌથી મોટી વાત છે. Hero Super Splendor XTEC 2.0 એન્જિન નવી હીરો સુપર સ્પ્લેન્ડર XTEC 2.0 બાઇકના એન્જિનમાં કોઇ ફેરફાર કરાયો નથી. આ બાઇકમાં જૂનું વિશ્વાસપાત્ર 124.7cc સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે 7,500rpm પર 10.7hp પાવર અને 6,000rpm પર 10.6Nm ટોર્ક જનરેટ કરે છે. હીરો મોટોકોર્પ કંપનીનો દાવો છે કે, તેની ફ્યુઅલ એફિશિયન્સી 72 કિમી પ્રતિ લિટર માઇલેજ રેન્જ છે, જે હાલના સુપર Splendor XTEC ના 68kpl કરતા વધારે છે. ઓટો કંપનીએ આપેલી જાણકારી મુજબ તેની એડવાન્સ્ડ પ્રોગ્રામ્ડ ફ્યુઅલ ઇન્જેક્શન (APFI) સિસ્ટમ અને i3S આઇડલ ટોપ સ્ટાર્ટ સિસ્ટમ જેવી ટેકનોલોજી ઉત્કૃષ્ઠ એફિશિયન્સી ડેટા સાથે રજૂ કરે છે. જો કે બંને જૂના મોડલમાં પહેલાથી ઉપલબ્ધ છે. આ પણ વાંચો | ઓફિસ અને કોલેજ જતા યુવકો માટે સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ, સિંગલ ચાર્જમાં 211 કિમી દોડશે Hero Super Splendor XTEC 2.0 કિંમત કિંમતની વાત કરીયે તો હીરો સુપર સ્પ્લેન્ડર XTEC 2.0 બાઇક બે વેરિયન્ટમાં રજૂ કરવામાં આવી છે, જેમા ફ્રન્ટ ડિસ્ક ્બરેક સાથે આવતી જૂની Super Splendor XTEC ની કિંમત 88,044 રૂપિયા છે. તો નવી હીરો સુપર સ્પ્લેન્ડર એક્સટેક 2.0 બાઇક તેનાથી ઓછી કિંમત 86,500 રૂપિયા એક્સ શોરૂમ પર ઉપલબ્ધ છે.
Click here to Read more

