Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    લીલા મરચાં સ્ટોર કરવાની સાચી રીત, 1 થી 2 અઠવાડિયા સુધી ફ્રેશ રાખવા આટલું ધ્યાન રાખો

    3 weeks ago

    1

    0

    Green Chilli Storage Tips In Gujarati : લીલા મરચા એક શાકભાજી છે, જેનો ઉપયોગ ભોજનમાં તીખો સ્વાદ ઉમેરવા માટે થાય છે. ઉનાળામાં ગરમીના લીધે લીલા શાકભાજી ઝડપથી કરમાઇ જાય છે. સામાન્ય રીતે ઉનાળામાં મોટાભાગના શાકભાજીના ભાવ વધી જાય છે. આવી સ્થિતિમાં ઉનાળામાં મોંઘા લીલા મરચા લાંબા સમય સુધી તાજા રહે તેની માટે યોગ્ય રીતે સંગ્રહ કરવો જરૂરી છે.  જો લીલા મરચાં યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો તે ઝડપથી સૂકવવા લાગે છે, સડવા લાગે છે અથવા કાળા થઈ જાય છે. ખાસ કરીને ઉનાળા અને વરસાદની ઋતુમાં લીલા મરચાંમાં ભેજના કારણે તે થોડા દિવસોમાં બગડી શકે છે. જો મરચું ભીનું હોય અને તમે તેને પોલિથીનમાં ભરીને ફ્રિજમાં મૂકો છો, તો તે 3 દિવસ પણ ટકી શકશે નહીં. આવી સ્થિતિમાં, અહીં કેટલીક સરળ સ્ટોરેજ ટ્રિક્સ આપી છે જે તેને લાંબા સમય સુધી લીલા મરચાંને તાજા અને લીલા રાખવામાં મદદ કરી શકે છે. જો તમે પણ ઇચ્છો છો કે તમારી ખરીદેલી લીલા મરચાં ઓછામાં ઓછા એક અઠવાડિયાથી 15-20 દિવસ સુધી ચાલે, તો તમારે અમુક ટીપ્સ અનુસરવી પડશે. અહીં જાણો લીલા મરચાંને સુકાતા અને સડવાથી કેવી રીતે અટકાવવા. લીલા મરચા સ્ટોર કરવાની શ્રેષ્ઠ રીત લીલા મરચાં ખરીદતી વખતે, હંમેશા કડક, ચમકદાર અને ડાઘ વગરના મરચાંની પસંદગી કરવાનો પ્રયાસ કરો. લીલા મરચા ઘરે લાવ્યા પછી તરત જ ધોઈને ફ્રિજમાં ન મૂકો. આમ કરવાથી તે ઝડપથી સડવા લાગે છે. જો મરચું ગંદા હોય અને તમે તેને ધોવા માંગતા હો, તો તે સંપૂર્ણ રીતે સૂકાઈ ગયા પછી જ તેને ફ્રિજમાં રાખો. મરચાંની દાંડીને દૂર કરવા અને સંગ્રહિત કરવાથી કેટલીકવાર ભેજ ઘટાડી શકાય છે અને લાંબા સમય સુધી ટકી શકે છે. હવાચુસ્ત કન્ટેનરને બદલે લીલા મરચાંને સંગ્રહિત કરવા માટે કાણા વાળા ડબ્બા કે કાગળની થેલીને વધુ યોગ્ય માનવામાં આવે છે. મરચા ટિશ્યુ પેપર અથવા પેપરમાં લપેટવાથી વધુ પડતા ભેજને શોષવામાં મદદ મળે છે. તમે આ પદ્ધતિનો ઉપયોગ પણ કરી શકો છો. મરચાં ફ્રિજના શાકભાજીના ખાનામાં મૂકો. કારણ કે તેને ખૂબ જ ઠંડી જગ્યાએ રાખવાથી મરચું બગડી શકે છે. પ્લાસ્ટિકની થેલી માંથી હવા કાઢ્યા બાદ મરચાની અંદર ભેજ પેદા થાય છે અને તે ઝડપથી સડી શકે છે. જો તમે મરચા કોઇ ડબ્બામાં સ્ટોર કરી રહ્યા છો, તો ડબ્બાની અંદર સુકું ટિશ્યૂ રાખવાની ભેજને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. બગડેલા અથવા સડેલા મરચાંને તરત જ અલગ કરો, નહીં તો બાકીના મરચાં પણ ઝડપથી બગડી શકે છે. મરચાને ડુંગળી કે વધારે ભેજ વાળી શાકભાજી સાથે રાખશો નહીં, તેનાથી તે ઝડપથી ખરાબ થશે. લાંબા સમય સુધી ઉપયોગ કરવા માટે મરચાને કાપીને ફ્રિજરમાં સ્ટોર કરી શકાય છે. આ ટ્રિક્સ ટ્રાય કરીને જુઓ. જો મરચાં સહેજ નરમ થવા લાગે છે, તો તેને થોડી મિનિટો માટે ઠંડા પાણીમાં રાખીને થોડી તાજગી લાવી શકે છે. તડકા અથવા ગરમ જગ્યાએ મૂકવાથી મરચાં ઝડપથી સૂકાઈ શકે છે, તેથી હંમેશાં ઠંડી જગ્યાએ સ્ટોર કરો. જરૂરિયાત કરતા વધારે મરચા એક સાથે ખરીદવાના બદલે ઓછા પ્રમાણમાં ખરીદવું વધુ સારું છે. ગેસ સ્ટોવ રસોડામાં રસોઇ બનાવવા માટે વપરાય છે. ગેસ સ્ટોવ પર ભોજન બનાવવી વખતે તેલ, દૂધ, ગ્રેવી ઢોળા જાય છે, જેના કારણે તે બર્નર ચીકણા થાય છે. લાંબા સમય વાપરવાથી ગેસ સ્ટોવના બર્નર કાળા પડી જાય છે.  જો કે લાંબા સમય સુધી સાફ કરવામાં ન આવે તો તેના પર કાળું પડત જમા થવા લાગે છે. આ ઘણી વખત ગેસ સ્ટોવ બર્નર પરની ચીકાશ એટલી એટલી હઠીલી થઈ જાય છે કે તે સામાન્ય કપડાથી સાફ થતી નથી. અહીં ગેસ સ્ટોવ બ્રન સાફ કરવાની સરળ રીત આપી છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
    Click here to Read more
    Prev Article
    ट्रंप-नेतन्याहू को जहन्नुम भेजने वाले को मिलेगा 500 करोड़ का इनाम, ईरान करने जा रहा ऐलान; संसद में आएगा कानून
    Next Article
    AP SSC supplementary exam hall tickets 2026 released, exams from May 25: Direct link

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment