રાહુલ-સુદર્શન વચ્ચે 139 રનની જબરદસ્ત પાર્ટનરશીપ તૂટી:સાઈ પોતાની પહેલી સદી ફટકારતા ચૂક્યો; રાહુલ સાથે કેપ્ટન ગિલ ક્રિઝ પર જોડાયો
1 week ago
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. આજે મેચનો પહેલો દિવસ છે અને બીજા સેશન ચાલી રહ્યો છે. પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 43 ઓવરમાં 181/2 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને કેપ્ટન શુભમન ગિલ ક્રિઝ પર છે. ઓપનર કેએલ રાહુલે કરિયરની 21મી ફિફ્ટી ફટકારી છે. આ મેચની મુખ્ય વાતો… બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
Click here to Read more

