શુભમન ગિલનું કેપ્ટન બન્યા બાદ દમદાર પ્રદર્શન, 15 ઇનિંગ્સમાં 6 સદી, આ મામલે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
6 days ago
shubman gill record : શુભમન ગિલે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન બન્યા પછી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે માત્ર 15 ઇનિંગ્સમાં 6 સદી ફટકારી દીધી છે. એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં તેણે 1,000 રન પૂરા કર્યા છે. ગિલે શનિવારે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં પ્રથમ દિવસે 143 બોલમાં અણનમ 103 રન બનાવી લીધા છે. આ ઇનિંગ્સ દરમિયાન તેણે 11 ફોર અને એક સિક્સર ફટકારી હતી. આ ઇનિંગ્સ દરમિયાન ગિલ કેપ્ટન તરીકે 1,000 રન બનાવનાર 11મો ભારતીય ક્રિકેટર બન્યો છે. તે સૌથી ઓછી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય કેપ્ટન પણ બન્યા છે. લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે માત્ર 14 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ગિલ એક વર્ષની અંદર 1,000 રન બનાવનારા પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. શુભમન ગિલ સૌથી વધુ સદી ફટકારનાર પાંચમો કેપ્ટન શુભમન ગિલ ભારત માટે સૌથી વધુ સદીઓ ફટકારનાર પાંચમો કેપ્ટન બન્યો છો. ગયા વર્ષે ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ગિલે પહેલી વાર ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેણે પોતાની પહેલી ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. ત્યારથી તેણે સતત રન બનાવ્યા છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન 700 થી વધુ રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન તરીકે સૌથી વધુ સદીઓ વિરાટ કોહલીએ ફટકારી છે. કોહલીએ 113 ઇનિંગ્સમાં 20 સદી ફટકારી છે. Nothing beats the feeling of a century at home 🏟️#TeamIndia skipper Shubman Gill soaking in all the applause 💙Updates ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/eq9y5kFr9t — BCCI (@BCCI) June 6, 2026 ટેસ્ટમાં ભારત માટે કેપ્ટન તરીકે સૌથી વધુ સદીઓ 20 - વિરાટ કોહલી (113 ઇનિંગ્સ) 11 - સુનિલ ગાવસ્કર (74 ઇનિંગ્સ) 9 - મોહમ્મદ અઝહરુદ્દીન (78 ઇનિંગ્સ) 7 - સચિન તેંડુલકર (43 ઇનિંગ્સ) 6 - શુભમન ગિલ (15 ઇનિંગ્સ) આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, શ્રેયસ ઐયર કેપ્ટન અફઘાનિસ્તાન સામે ટેસ્ટમાં ભારતની સંગીન શરૂઆત શુભમન ગિલ (અણનમ 103) અને કેએલ રાહુલની સદી (100) ની મદદથી ભારતે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. દિવસના અંતે ભારતે 85 ઓવરમાં 3 વિકેટે 368 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસના અંતે શુભમન ગિલ 103 અને ઋષભ પંત 50 રને રમતમાં છે. આ પહેલા યશસ્વી જયસ્વાલ 24, સાંઇ સુદર્શન 81 અને કેએલ રાહુલ 100 રન બનાવી આઉટ થયા હતા.
Click here to Read more
