ફિફા વર્લ્ડ કપ 2026 : ઉરુગ્વે, ઇટાલીથી આર્જેન્ટિના સુધી, 22 સિઝનમાં ફક્ત 6 યજમાનો જ જીત્યા છે ફૂટબોલ વર્લ્ડ કપ
3 days ago
FIFA World Cup 2026 : ફિફા વર્લ્ડ કપ સૌપ્રથમ વખત 1930માં યોજાયો હતો અને અત્યાર સુધીમાં તેની 22 સિઝન થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં માત્ર 6 દેશો જ પોતાની યજમાનીમાં ચેમ્પિયન બની શક્યા છે. જેમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટીનાનો પણ સમાવેશ થાય છે. ઉરુગ્વેએ તેની યજમાનીમાં પહેલી વખત ફિફા વર્લ્ડ કપ જીત્યો. ઉરુગ્વે 1930ના વર્લ્ડ કપમાં ફાઈનલમાં આર્જેન્ટીનાને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. 1934માં યોજાયેલા આગામી વર્લ્ડ કપમાં પણ યજમાન ઇટાલી ટાઈટલ જીત્યું હતુ. 1934માં ઇટાલી ચેમ્પિયન બન્યું હતું. જોકે આ સિઝનને હજુ પણ ઇતિહાસમાં ટૂર્નામેન્ટની સૌથી ભ્રષ્ટ આવૃત્તિ માનવામાં આવે છે. ઇટાલીના તત્કાલીન વડા પ્રધાન બેનિટો મુસોલિનીએ આમાં ખુલ્લેઆમ દખલ કરી હતી. આ પછી 1966 સુધી કોઈ યજમાન દેશ વર્લ્ડ કપ જીતી શક્યા ન હતા. 1966માં ઇંગ્લેન્ડે તેની યજમાનીમાં અત્યાર સુધીનું એકમાત્ર ટાઇટલ જીત્યું હતું. 1970ના દાયકામાં બે યજમાન દેશોએ તેમની જ ભૂમિ પર ટૂર્નામેન્ટ જીતી હતી. પોતાની યજમાનીમાં ફૂટબોલ વર્લ્ડ કપ જીતનારા દેશો ઉરુગ્વે (1930) : મોન્ટેવીડિયોના એસ્ટાડિયો સેન્ટેનારિયોમાં યોજાયેલી ફાઈનલમાં આર્જેન્ટીનાને હરાવીને સૌપ્રથમ વર્લ્ડ કપ જીત્યો. ઈટાલી (1934) : રોમમાં ચેકોસ્લોવાકિયાને હરાવીને પ્રથમ ટાઇટલ જીત્યું હતું. ઇંગ્લેન્ડ (1966) : વેમ્બલી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં પશ્ચિમ જર્મનીને હરાવીને અત્યાર સુધીનો એકમાત્ર વર્લ્ડ કપ જીત્યો હતો. પશ્ચિમ જર્મની (1974) : મ્યુનિચે ફાઈનલમાં નેધરલેન્ડને હરાવીને બીજું ટાઈટલ નિશ્ચિત કર્યું હતું. આર્જેન્ટીના (1978) : બ્યૂનસ આયર્સના એસ્ટાડિયો મોન્યુમેન્ટલ ખાતે એક્સ્ટ્રા ટાઈમમાં નેધરલેન્ડને હરાવીને પોતાનો સૌપ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. ફ્રાન્સ (1998) : સેન્ટ-ડેનિસમાં સ્ટેડ ડી ફ્રાન્સ ખાતે રમાયેલી ફાઈનલમાં બ્રાઝિલને હરાવીને ટાઈટલ જીત્યું હતું. નોરા ફતેહીના આ ગીતએ મચાવી ધમાલ, અહીં જુઓ ટ્રેક ચાર દાયકાના દુષ્કાળનો અંત આવી શકે છે પશ્ચિમ જર્મનીએ 1974માં અને આર્જેન્ટીનાએ 1978માં ટાઈટલ જીત્યું હતું. 1998માં ફ્રાન્સ પોતાના દેશમાં વર્લ્ડ કપ જીતનારો છેલ્લો દેશ બન્યો હતો. લગભગ ચાર દાયકાનો દુષ્કાળ હવે સમાપ્ત થઈ શકે છે. 2026 અને 2030 વર્લ્ડ કપની યજમાની 9 દેશો કરશે. આવી સ્થિતિમાં યજમાન દેશની ટૂર્નામેન્ટ જીતવાની સંભાવના વધી શકે છે. જોકે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ દેશ હવે સહ-યજમાન તરીકે ટૂર્નામેન્ટ જીતી શકે છે. તે પોતાની ધરતી પર જીતી શકે તે જરૂરી નથી.
Click here to Read more

