Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ફિફા વર્લ્ડ કપ 2026નો શુક્રવારથી પ્રારંભ, 48 ટીમો વચ્ચે 104 મેચો રમાશે

    4 hours from now

    1

    0

    FIFA World Cup 2026 : ફિફા વર્લ્ડ કપ 2026 આજથી 11 જૂનથી શરૂ થવાનો છે. ભારતમાં ફિફા વર્લ્ડ કપ 12 જૂનથી શરૂ થશે, જેની પહેલી મેચ રાત્રે 12:30 વાગ્યે શરૂ થશે. પહેલી વખત આ ટૂર્નામેન્ટમાં 48 ટીમો ભાગ લઈ રહી છે. પહેલી વખત ત્રણ દેશો ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યા છે. આ 39 દિવસીય ટૂર્નામેન્ટમાં 16 અલગ અલગ સ્થળોએ કુલ 104 મેચ રમાશે. ફિફા વર્લ્ડ કપ 2026નો પહેલો મુકાબલો મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. જ્યારે દિવસનો બીજો મુકાબલો દક્ષિણ કોરિયા અને ચેકિયા વચ્ચે રમાશે.  ફિફા વર્લ્ડ કપ 2026 ક્યારે શરૂ થશે? ફિફા વર્લ્ડ કપ 2026ની શરૂઆત ગુરુવારને 11 જૂનથી શરૂ થશે. ફિફા વર્લ્ડ કપ 2026નો પહેલો મુકાબલો કઇ ટીમો વચ્ચે રમાશે? ફિફા વર્લ્ડ કપ 2026 ની પહેલી મેચ આજે મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે રમાશે. બીજી મેચ દક્ષિણ કોરિયા અને ચેકિયા વચ્ચે રમાશે.  ભારતમાં FIFA વર્લ્ડ કપ 2026 ની મેચો લાઈવ કેવી રીતે જોવી? ભારતમાં ફિફા વર્લ્ડ કપ 2026ની બધી મેચો  Unite8 Sports નેટવર્ક પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે. આ માટે ચાર નવી ચેનલો (Unite8 સ્પોર્ટ્સ 1, 1 HD, 2, અને 2 HD) લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓપનિંગ મેચ, ક્વાર્ટર-ફાઇનલ, સેમિ-ફાઇનલ અને ફાઇનલ જેવી પસંદગીની મુખ્ય મેચો DD સ્પોર્ટ્સ (દૂરદર્શન) પર મફતમાં પ્રસારિત કરવામાં આવી રહી છે. ફિફા વર્લ્ડ કપ 2026 ની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું? તમે Zee5 એપ પર ફિફા વર્લ્ડ કપ 2026 નું લાઇવ સ્ટ્રીમિંગ માણી શકો છો. ફિફા વર્લ્ડ કપ 2026 ગ્રુપ આ પ્રકારે છે ગ્રુપ A: મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, ચેક રિપબ્લિક  ગ્રુપ B: કેનેડા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કતાર, સ્વિટ્ઝર્લૅન્ડ ગ્રુપ C: બ્રાઝિલ, મોરોક્કો, હૈતી, સ્કોટલેન્ડ ગ્રુપ D: યુનાઇટેડ સ્ટેટ્સ, પેરાગ્વે, ઓસ્ટ્રેલિયા, તુર્કી ગ્રુપ E: જર્મની, કુરાકાઓ, આઇવરી કોસ્ટ, ઇક્વાડોર ગ્રુપ F: નેધરલેન્ડ્સ, જાપાન, સ્વીડન, ટ્યુનિશિયા ગ્રુપ G: બેલ્જિયમ, ઇજિપ્ત, ઈરાન, ન્યૂઝીલેન્ડ ગ્રુપ H: સ્પેન, કેપ વર્ડે, સાઉદી અરેબિયા, ઉરુગ્વે ગ્રુપ I: ફ્રાન્સ, સેનેગલ, ઇરાક, નોર્વે ગ્રુપ J: આર્જેન્ટિના, અલ્જેરિયા, ઑસ્ટ્રિયા, જોર્ડન ગ્રુપ K: પોર્ટુગલ, ડીઆર કોંગો, ઉઝબેકિસ્તાન, કોલંબિયા ગ્રુપ L: ઇંગ્લેન્ડ, ક્રોએશિયા, ઘાના, પનામા ફૂટબોલ વર્લ્ડ કપમાં તૂટી શકે આ 8 રેકોર્ડ, મેસ્સી, રોનાલ્ડો અને એમબાપ્પે રચી શકે છે ઈતિહાસ ટૂર્નામેન્ટનો સ્ટેજ વાઇઝ કાર્યક્રમ  ગ્રુપ સ્ટેજ: 11 જૂન-27 જૂન રાઉન્ડ ઓફ 32 : 28 જૂન -3 જુલાઈ રાઉન્ડ ઓફ 16 : 4 -7 જુલાઇ ક્વાર્ટર ફાઇનલ: 9 - 11 જુલાઇ સેમિફાઇનલ: 14-15 જુલાઈ બ્રોન્ઝ મેડલ મેચ: 18 જુલાઈ ફાઇનલ: 19 જુલાઈ  
    Click here to Read more
    Prev Article
    राज्यसभा-चुनाव से पहले 26 में से 18 उम्मीदवार निर्विरोध जीते:इनमें मल्लिकार्जुन खड़गे और पवन खेड़ा शामिल; 6 सीटों पर 18 जून को मतदान
    Next Article
    India, Nepal launch UPI-based cross-border money transfer system: How can users send funds instantly?

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment