આર્થિક સંકટ, કમરતોડ મોંઘવારી અને વિદેશી દેવાના ભારે બોજ હેઠળ દબાયેલા પાકિસ્તાને પોતાના અર્થતંત્રને લઈને રાહત આપનારી તસવીર રજૂ કરી છે. પાકિસ્તાનના નાણાં મંત્રી મુહમ્મદ ઔરંગઝેબે માહિતી આપતા જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2025-26 માં દેશનું અર્થતંત્ર (GDP) 3.7% ના દરે વૃદ્ધિ પામ્યું છે. જો કે આ આંકડો સરકારના 4% ના વિકાસ લક્ષ્યાંક કરતાં થોડો ઓછો છે, પરંતુ પાછલા ચાર વર્ષોમાં નોંધાયેલી આ સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ છે.પશ્ચિમ એશિયા સંઘર્ષ અને પૂરની નકારાત્મક અસરરાષ્ટ્રીય બજેટ રજૂ કરતા પહેલા જાહેર કરાયેલા 'પાકિસ્તાન ઈકોનોમિક સર્વે 2025-26' મુજબ, વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર 3.1% હોવા છતાં પાકિસ્તાને તેના કરતાં બહેતર પ્રદર્શન કર્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, 4% નું લક્ષ્ય હાંસલ ન થવા પાછળ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ અને વર્ષ 2025 માં આવેલું વિનાશક પૂર મુખ્ય કારણો રહ્યા છે, જેના લીધે વેપાર, રોકાણ અને ઉત્પાદન પ્રવૃત્તિઓ પ્રભાવિત થઈ હતી. આ પડકારો છતાં પાકિસ્તાનના અર્થતંત્રનું કુલ કદ વધીને 126.9 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા (આશરે 456 અબજ ડોલર) પર પહોંચી ગયું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું સ્તર છે.ટેક્સ કલેક્શન અને વિદેશી ભંડોળમાં સુધારોઆર્થિક સર્વેક્ષણ દર્શાવે છે કે પાકિસ્તાનની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો છે અને રાજકોષીય ખાધ અગાઉના 2.6% થી ઘટીને જીડીપીના 0.7% પર આવી ગઈ છે. સરકારે દાવો કર્યો છે કે ટેક્સ કલેક્શનમાં 10.1% નો વધારો થયો છે, જ્યારે વ્યાજની ચૂકવણીમાં 23% નો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ ભંડોળ (ફોરેક્સ રિઝર્વ) 17 અબજ ડોલરને પાર કરી ગયું છે અને જૂનના અંત સુધીમાં તે 18 અબજ ડોલર સુધી પહોંચવાની આશા છે. વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ દ્વારા મોકલવામાં આવતું રેમિટન્સ પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જેમાં માત્ર છેલ્લા મહિનામાં 4.3 અબજ ડોલર અને પ્રથમ 11 મહિનામાં કુલ 33 અબજ ડોલરથી વધુનું ફંડ પ્રાપ્ત થયું છે.કૃષિ અને સેવા ક્ષેત્રે બતાવ્યો દમપાકિસ્તાનમાં આ વર્ષે કૃષિ ક્ષેત્રમાં 2.89%, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 6.1% અને સેવા (સર્વિસ) ક્ષેત્રમાં 4.9% નો ગ્રોથ નોંધાયો છે. જો કે, દેશમાં મોંઘવારીનો દર હજુ પણ 6.2% પર બનેલો છે, જે ચિંતાનો વિષય છે. નિષ્ણાતોનું માનવું છે કે અર્થતંત્રમાં સુધારાના સંકેતો ચોક્કસ દેખાઈ રહ્યા છે, પરંતુ પાકિસ્તાને સ્થિર આર્થિક મજબૂતી મેળવવા માટે હજુ પણ ઘણા મોટા પડકારોનો સામનો કરવો પડશે.આ પણ વાંચો: Refugee Crisis:દુનિયાનો દર 70મો નાગરિક બન્યો ઘરવિહોણો,આશરો આપવામાં અમેરિકા અને યુરોપ પાછળ
Click here to Read more