Share Market News: સેન્સેક્સ નિફ્ટી નરમ, Anthropic AI મોડલથી IT શેરમાં ભૂકંપ
4 hours from now
Share Market News Today Highlight In Gujarati : અમેરિકા અને ઇરાન યુદ્ધ તણાવ અને આઈટી શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 150 પોઇન્ટ ઘટી 73832 અને નિફ્ટી 53 પોઇન્ટ ઘટી 23161 બંધ થયા છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 74,394 થી 73,518 હતી. એન્થ્રોપિકે ના નવા AI મોડલથી આઈટી અને ટેકનોલોજી કંપનીઓની ચિંતા વધી ગઇ છે. સરકારે ઇથેનોલ ઇંધણ પર એક્સાઇઝ ડ્યૂટી નાબૂદ કરતા શુગર સ્ટોક ઉછળ્યા હતા. બીએસઇ માર્કેટકેપ 452.56 લાખ કરોડ રૂપિયા થઇ હતી. અમેરિકા ઇરાન વચ્ચે તણાવ વધતા હાર્મુઝ સ્ટ્રેટ ફરી થતા શેરબજારો તૂટ્યા છે. સેન્સેક્સ 370 પોઇન્ટ ઘટી 73615 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ ઘટીને 73550 લેવલ નીચે ગયો હતો. હાલ એનએસઇ નિફ્ટી 110 પોઇન્ટ ઘટી 23,104 ખુલ્યો હતો. Gold ETFમાં નફાવસૂલી, 12 મહિના બાદ પ્રથમ વખત નેટ આઉટફ્લો સોનાના ભાવમાં સ્થિરતા વચ્ચે મે મહિનામાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોએ 725 કરોડ રૂપિયામાંથી ચોખ્ખી વેચવાલી કરી છે, જે 12 મહિનામાં પ્રથમ આઉટફ્લો છે. અગાઉ સોનાના ભાવમાં સતત તેજીથી ગોલ્ડ ઇટીએફમાં છેલ્લા 12 દરમિયાન નેટ આઉટફ્લો નોંધાયો હતો. AMFIના ચીફ એક્ઝિક્યુટિવ વેંકટ ચલસાનીના મતે સોનાના ભાવમાં તેજી બાદ રોકાણકારો નફાવસૂલી કરી રહ્યા છે. આયાત જકાત વધ્યા બાદ સોનાના ભાવ ઝડપથી ઉછળી હતા, જેનો ફાયદો ઉઠાવવા કેટલાક રોકાણકારોએ પોતાનું ગોલ્ડ ઇટીએફ રોકાણ વેચ્યું છે. હાર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ, એશિયન શેરબજારો નરમ અમેરિકા સાથે તણાવ યથાવત રહેતા ઇરાને ફરી હાર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યું છે, જેની અસરે ગુરવારે ફરી એશિયન શેરબજારો તૂટ્યા હતા. જાપાન નિક્કેઇ 225 ઇન્ડેક્સ 550 પોઇન્ટ, તાઇવાન માર્કેટ 700 પોઇન્ટ, હોંગકોંગ માર્કેટ 300 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા હતા. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 50 પોઇન્ટ આસપાસ નરમ છે.
Click here to Read more


