Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સુદર્શન હિટ વિકેટ, હાથમાંથી બેટ છૂટ્યું અને સ્ટમ્પ સાથે અથડાયું:255 રનના ચેઝમાં ગુજરાતના બન્ને ઓપનર્સ પેવેલિયન ભેગા થયા; સાઈ પછી કેપ્ટન ગિલ પણ આઉટ થયો

    2 weeks ago

    1

    0

    IPL 2026ના ક્વોલિફાયર-1માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 255 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુજરાતે ધર્મશાલામાં ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જવાબમાં ગુજરાતનો સ્કોર 3.1 ઓવરમાં 27/2 છે. ટીમ તરફથી જોસ બટલર ક્રિઝ પર છે. બેંગલુરુએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા છે. આ પ્લેઑફ/નોકઆઉટ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલાં આ રેકોર્ડ ગુજરાતના નામે હતો, જેમણે 2023માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 233/3 રન બનાવ્યા હતા. કેપ્ટન રજતે 93 રન બનાવ્યા બેંગલુરુના કેપ્ટને માત્ર 33 બોલમાં અણનમ 93 રન ફટકાર્યા, જેમાં 5 ચોગ્ગા અને 9 સિક્સર સામેલ હતી. શરૂઆતમાં વેંકટેશ અય્યરે 7 બોલમાં 19 રનની તોફાની ઇનિંગ્સ રમી, જ્યારે વિરાટ કોહલીએ 25 બોલમાં 43 અને કૃણાલ પંડ્યાએ 28 બોલમાં 43 રન બનાવ્યા. અંતમાં જીતેશ શર્માએ 5 બોલમાં 15 રન ઉમેરીને ટીમને 250ને પાર પહોંચાડી દીધી. ગુજરાત તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ ઝડપી. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વેંકટેશ અય્યર, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ, રાસિખ સલામ ડાર. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રોમારિયો શેફર્ડ, સુયશ શર્મા, કનિષ્ક ચૌહાણ, અભિનંદન સિંહ, જોર્ડન કોક્સ. ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કુલવંત ખેજરોલિયા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ પ્લેયર: રાહુલ તેવટિયા.
    Click here to Read more
    Prev Article
    No Breach In OSM System, Says CBSE; The Hacker Disputes Clarification
    Next Article
    पंजाब निकाय चुनाव में 61.5% वोटिंग:कई जगह हिंसक झड़प, पुलिस-भीड़ के बीच पथराव, लाठीचार्ज; मतदान खत्म होने से पहले सेंटर का गेट बंद

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment