ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત
3 weeks ago
Andhra Pradesh child scheme: દેશમાં જ્યાં એક તરફ વસ્તી નિયંત્રણને લઈને ચર્ચાઓ ચાલતી હોય છે, ત્યારે આંધ્રપ્રદેશની એન. ચંદ્રબાબુ નાયડુ સરકારે એક તદ્દન વિપરીત અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. રાજ્યમાં ઘટતા વસ્તી વૃદ્ધિ દરથી (Population Growth Rate) ચિંતિત મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી છે. નવી સ્કીમ હેઠળ, હવે પરિવારમાં ત્રીજા બાળકનો જન્મ થશે તો સરકાર 30,000 રૂપિયા અને ચોથા બાળકના જન્મ પર 40,000 રૂપિયાની આર્થિક સહાય આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બીજા બાળકના જન્મ પર પણ 25,000 રૂપિયા કેશ આપવાની ચર્ચા હતી, જોકે તે અંગે હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Click here to Read more
