કેમિકલ ટેન્ક ગમે ત્યારે ફાટવાનો ડર, કેલિફોર્નિયામાં 40000 લોકોનું સુરક્ષિત સ્થાને સ્થળાંતર
3 weeks ago
California Chemical Scare: અમેરિકાના કેલિફોર્નિયામાં એક ખતરનાક કેમિકલ ટેન્ક અંગે મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઓરેન્જ કાઉન્ટીના ગાર્ડન ગ્રોવ વિસ્તારમાં એક ઈન્ડસ્ટ્રિયલ સાઈટ પર સ્થિત ઝેરી રસાયણોથી ભરેલી ટાંકી વધુ ગરમ થઈ જતાં અધિકારીઓએ આશરે 40,000 લોકોને તાત્કાલિક અસરથી વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટાંકીમાં મિથાઈલ મેથાક્રાયલેટ(MMA) નામનું રસાયણ હતું, જેનો ઉપયોગ પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. આ રસાયણને અત્યંત જ્વલનશીલ, ઝેરી અને વિસ્ફોટક માનવામાં આવે છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, જો ટાંકી ફાટી જાય અથવા ગેસ લીક થાય તો લોકો શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં બળતરા, ચક્કર અને ઉલટી જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો ભોગ બની શકે છે.
Click here to Read more

